ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોનાના કહેર વચ્ચે કોમર્સના વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકશે YouTube ચેનલ પર

ગુજરાતમાં કોરોના વાયરસ ન પ્રવેશે તેની આગમચેતી રૂપે સરકારે શાળા અને કોલેજમા રજાની જાહેરાત કરી છે. જોકે, સરકારે દેશભરમાં પ્રથમ નવતર પહેલ શરૂ કરવાની તૈયારી કરી ને શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ધોરણ ૭થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી રાજ્યની પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેથી વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન કરી શકશે. આવતી કાલથી શરૂ થનારા ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમને દરોજ એક કલાક પ્રસારિત કરવામાં આવશે. ધોરણ ૭થી ૯માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. જ્યારે ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.

આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓ ખુબ માર્યાદિત જ્ઞાન મેળવી શકશે અને તેના માટે તેને ટીવી સામે બેસી રહેવું પડશે. પરંતુ આ તમામ સમસ્યાઓનું સમાધાન સુરતના પ્રતીક કાકડીયા (M.Com, M.Ed. L.L. B.) કે જેઓ સુરતની શાહ ગંગાબેન ઉદેરામ મા.અને ઉ.માં. શાળા, કોસાડ, સુરત. ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવે છે તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે યુટ્યુબમાં ધો. 11 અને 12 ના એકાઉન્ટ વિષયના ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા જ દાખલાના 690 કરતા પણ વધુ વિડીયો બનાવેલા છે, જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં વિના મૂલ્યે જોઈ શકે છે.

કોમર્સના શીક્ષક પ્રતિક કાકડિયાની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/channel/UCj-mg_-L8x0s2VWFTpQsYKQ/playlists અહી ક્લિક કરી આપ જોઈ શકો છો અથવા યુટ્યુબમાં Vivan Commerce Eduworld લખીને સર્ચ કરીને પણ વિડીયો જોઈ શકો છો.

કોરોનાનો સામનો કરી રહેલા ભારત અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા કરતા આવા કર્મઠ શિક્ષક જયારે આવી મહેનત કરતા હોય ત્યારે ગુજરાતીઓની પણ ફરજ છે કે તેમની આ મહેનત તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોચે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: