ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

IPL માં Dream11 ની સાથે-સાથે આ ટેલીકોમ કંપની પણ કરશે સ્પોન્સરશિપ…  

ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન-આઈડિયા આગામી ‘ડ્રીમ 11’ IPL વર્ષ 2020 ની સહ-પ્રાયોજક બની છે. IPL-2020 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવા જઈ રહી છે. શનિવારે કંપનીએ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે.

વોડાફોન અને આઈડિયાની IPL ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અગાઉ થોડી વાતચીત થઈ હતી. પરંતુ આની પહેલાં જ્યારે વોડાફોન-આઇડિયાએ ઓગસ્ટ વર્ષ 2018 માં તેના મર્જર પછી પ્રાયોજક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની હવે ‘VI’ નામના બ્રાન્ડ નામથી કાર્યરત છે.

‘VI’ને T -20 પ્રીમિયર લીગના લાઇવ બ્રોડકાસ્ટ માટે સહ-પ્રાયોજક અધિકાર મળ્યા છે. ડ્રીમ 11 IPL-2020 આ વર્ષે અબુધાબીમા યોજાશે. આનું ટેલિકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, ડ્રીમ 11 એ IPL-2020 ની સ્પોન્સરશિપ 222 કરોડમાં કરી હતી. કારણ કે આની પહેલા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને કારણે વિવોએ સ્પોન્સરશિપ પાછી ખેચી લીધી હતી.

આ ક્ષણે VI એ સ્ટાર સ્પોર્ટ્સ સાથેના સહ-પ્રાયોજક સોદાથી સંબંધિત નાણાકીય ડેટાનો ઉલ્લેખ કર્યો નથી. આ અઠવાડિયાના સોમવારે વોડાફોન-આઈડિયાએ ભારતમાં તેની નવી બ્રાન્ડ શરૂ કરી હતી.કંપનીએ સોમવારે જાહેરાત કરી હતી કે, જૂનના આંકડા મુજબ કંપનીના ભારતમાં લગભગ 280 મિલિયન ગ્રાહકો રહેલાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en