દિલ્હીમાં મતદાન શરૂ, અરવિંદ કેજરીવાલે પરિવાર સહિત વોટિંગ કર્યું

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન પહેલા cm કેજરીવાલે માતા-પિતા ને પગે લાગી આશિર્વાદ લીધા. આ…

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન પહેલા cm કેજરીવાલે માતા-પિતા ને પગે લાગી આશિર્વાદ લીધા. આ દરમિયાન માતાએ કેજરીવાલને ચાંદલો પણ કર્યો.કેજરીવાલે મુખ્યમંત્રી આવાસ થી થોડા અંતરે આવેલ રાજાપુર ના પરિવહન વિભાગ માં વોટિંગ કર્યું.

મતદાન પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને હનુમાનજીનો આશીર્વાદ મળ્યો છે. તેમજ પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે અમારી જીત પાક્કી છે. પાંચ વર્ષ દરમિયાન અમારી સામે મોટા પડકારો આવતા રહ્યા, અમે દરેક પડકારોનો હિંમતથી સામનો કર્યો. અમને પૂરો વિશ્વાસ છે કે જે તમારી થશે.

મતદાન કર્યા બાદ કેજરીવાલે કહ્યું કે હું તમામને અપીલ કરું છું, ખાસ કરીને મહિલાઓને તેઓ મતદાન કરે. હું આશા રાખું છું કે દિલ્હીના લોકો અત્યાર સુધી થયેલા કાર્યોના આધારે વોટીંગ કરે. હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટી ત્રીજી વખત પણ ચૂંટાઈને આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *