સુરતમાં હુમલાખોરોએ તલવારનાં 15 ઘા મારીને બિલ્ડરની જાહેરમાં કરી નિર્મમ હત્યા

Published on: 11:27 am, Sat, 15 May 21

ગુજરાતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરત નજીક તાપી (Tapi) જિલ્લાનાં વ્યારામાં(vyara) બનવા પામી છે. તારીખ 14 ને શુક્રવાર ની રાતે અંદાજે 8 નિસિશ શાહ નામના બિલ્ડરની ઘાતકી (builder murder) હત્યા કરવામાં આવી છે. ત્યારે નિસિશ શાહ પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા.

આ દરમિયાન વ્યારાનાં શનિ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર ચાર વ્યક્તિઓએ નિસિશ શાહ ને ઘેરી લીધા અને તેની ઉપર તલવારનાં 15 જેટલા ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જેના કારણે આ લોકો મોટા પ્રમાણમાં એકઠા થઇ ગયા હતા. આ અંગેની વધુ માહિતી મળતા જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોંહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત નજીક આવેલ તાપી જીલ્લા ના વ્યારાના બિલ્ડર રાત્રે 8 કલાકે તરબૂચ લેવા ઉભા રહ્યા ત્યારે માર્ગ પર કાર ચાલકે ટક્કર મારી બિલ્ડરને રોડ પર પાડી નાખી કારમાંથી ઉતરેલા 4 ઈસમે બિલ્ડર પર તલવારના 15થી વધુ ઘા કરતા મોત થયું હતું. વ્યારાના રાયકવાડમાં રહેતા 40 વર્ષીય બિલ્ડર નિશિશ મણિલાલ શાહ વ્યારા સહિત અન્ય રાજ્યમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિર સામે તરબૂચ લેવા ગયા ત્યારે કાર નં GJ-05-JP-2445 ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાયા હતા.

આ હુમલાખોરોએ હત્યા કર્યાં ના સમાચાર ફેલાતા ત્યાં ના સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતાં. તે પહોચીયા ત્યારે નિસિશ શાહ લોહીલુહાણ હાલતમાં હતાં. તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને હોસ્પિટલ ના ડોકટરે નીસીશ શાહ ને મૃત જાહેર કર્યો હતા. નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી ચકિત થઈ ગયા હતા.

તેમજ વધુ જાણકારી મુજબ, આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.