સુરતમાં તંત્રની લોલમલોલ: દર્શાવે આઠના મોત અને સ્મશાનમાં સાંજ સુધીમાં પહોંચે 60 જેટલા મૃતદેહો

Published on Trishul News at 1:37 PM, Wed, 7 April 2021

Last modified on April 7th, 2021 at 1:37 PM

હાલમાં જયારે કોરોનાએ ગુજરાતમાં માઝા મૂકી છે ત્યારે કોરોનાની ગંભીરતા જાણવી હોય તો એકવાર સુરતની સ્મીમેર કે સિવિલ હોસ્પિટલ અથવા તો અશ્વિનીકુમાર સ્મશાનમાં લટાર મારજો. ફક્ત સુરતમાં કોરોના સંક્રમણના કેસો તેમજ  મૃત્યુદર એટલો વધી ગયો છે કે, સ્મશાનગૃહમા સુરત પાલિકા દ્વારા ડેથ બોડી મુકવા માટે શેડ બનાવવામાં આવ્યા છે.

જેમાં એકસાથે 22 મૃતદેહો રાખવામાં આવ્યા છે તેમજ બીજા મૃતદેહો 2-2 કલાકના વેઈટિંગમાં રહેલાં છે. આટલું જ નહીં પરંતુ મેડિકલ તથા પેરા મેડિકલનો સ્ટાફ ખડે પગે કામ કરવા માટે મજબૂર બન્યો છે. આમ, સુરતની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જાય છે.

કોરોનામાં સપડાઈ જતા લોકોની સખ્યામાં થયો વધારો:
હાલમાં નવાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઉભી કરવામાં આવેલ હોસ્પિટલ માટે વર્ગ-4 તથા ડોક્ટરોની અછત વર્તાય રહી છે ક્યાંય મળી નથી રહ્યા, ભલે રાજ્ય સરકારની બેદરકારી કહો કે લોકોની લાપરવાહી પરંતુ કોરોનામાં સપડાતા લોકોની સખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી પણ વધારો થતો જઈ રહ્યો છે.

સરકારને સહકાર આપવા અપીલ:
બસ હવે તો એ જ કહેવું રહ્યું કે આપણી જ નહીં પણ આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા હાથમાં છે. જો કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવું હોય તો એકમાત્ર ઉપાય એ છે કે, કામ વિયન બહાર ન નીકળીને કોરોના સંક્રમણ કહો કે, કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરી રહેલ સરકારી તથા સ્વયમ સેવકોને સહકાર આપો, લોકોની જાગૃતતા જ આ બીમારીનો એક માત્ર ઉપાય રહેલો છે.

તંત્ર આંકડાઓ છુપાવી રહ્યું છે પરંતુ સ્માશનની હાલત જુઠ્ઠુ ન બોલે:
શહેરમાં ગયા વર્ષે જેવી સ્થિતિ હતી તેના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ દેખાઈ આવી છે. વહીવટી તંત્ર ભલે ખુલીને કોઈ વાત ન કરતું હોય પણ શહેરની અંદરનો મૃત્યુઆંક ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. સિવિલની અંદર જ આવાં પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે? તે આપણે આંકડાઓ ઉપરથી સમજી શકે છે. સ્મશાનમાં પણ મૃતદેહોને લીધે વેઈટિંગ ચાલી રહ્યું છે.

કોરોના સંક્રમિતો ખુબ મોટી સંખ્યામાં સુરત આવ્યા:
શહેરની સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા 3-4 દિવસથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે ગુજરાતની નજીક આવેલ નવાપુર તથા નંદુરબારની સ્થિતિ ખુબ જ ભયંકર થઈ છે.

નંદુરબારમાંથી દર્દીઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. નંદુરબારમાં વેન્ટિલેટરની સંખ્યા ખૂબ ઓછી હોવાને લીધે ત્યાં દર્દીઓને સારવાર મળી રહી નથી. મહારાષ્ટ્ર સરકાર સદંતર નિષ્ફળ સાબિત થઇ છે. ગુજરાતની નજીક આવેલ નવાપુર તથા નંદુરબાર તરફથી કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લીધે શહેરની સ્થિતિ ઉપર તેની અસર વર્તાઈ રહી છે.

તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે:
શહેરમાં કોરોનાને લીધે મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. આની સાથે જ સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યા છે. જો કે, તંત્રએ મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવ્યા નથી. માત્ર 1 દિવસમાં 60થી પણ વધારે કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જયારે પાલિકા ફક્ત 8 જેટલા જ દર્દીના મોત થયાનું જાહેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં તંત્રની લોલમલોલ: દર્શાવે આઠના મોત અને સ્મશાનમાં સાંજ સુધીમાં પહોંચે 60 જેટલા મૃતદેહો"

Leave a comment

Your email address will not be published.


*