બરફના પાણીથી ચહેરો ધોવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદાઓ, ત્વચા રહે છે હંમેશા ચમકતી

Published on Trishul News at 10:59 AM, Mon, 20 September 2021

Last modified on September 20th, 2021 at 10:59 AM

સ્વસ્થ અને સુંદર દેખાતી ત્વચા માટે યોગ્ય સ્કિન કેર રૂટિન ફોલો કરવી ખુબજ જરૂરી છે.ચહેરાને યોગ્ય રીતે સાફ કરવો એ આ રૂટિનનો ફર્સ્ટ સ્ટેપ છે. આ માટે ત્વચા અનુસાર યોગ્ય ક્લીન્ઝર પસંદ કરવું એ પણ અત્યંત મહત્વનું છે.આ સિવાય ઘણા લોકો ગરમ પાણીથી ચહેરો ધોવાની ભૂલ કરે છે, જેના કારણે તેમના ચહેરાને મોટું નુકસાન થાય છે.

ગરમ પાણી ચહેરાના કુદરતી તેલને છીનવી લે છે જેના કારણે ત્વચા શુષ્ક બની જાય છે. તે જ સમયે, ઠંડુ પાણી ત્વચા માટે ઘણા ફાયદાઓ લાવે છે. જો તમને અત્યાર સુધી ઠંડા પાણીથી ત્વચા ધોવાના ફાયદાઓ વિશે ખબર ન હતી, તો ચાલો આપણે ઠંડા પાણીના ફાયદા વિશે જાણીએ.

1) ચહેરા પર ના સોજા ઘટાડે છે : જ્યારે ઘણા લોકો સવારે ઉઠે છે,ત્યારે તેઓના ચહેરા પર સોજો દેખાય છે. જો તમારા ચહેરા પર પણ સવારે સોજો રહે છે, તો તમારે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોવો જોઈએ. ઠંડુ પાણી ત્વચાની નીચે રક્તપ્રવાહને ઘટાડવામાં મદદ કરે છે.

2) ત્વચાનો ભેજ વધારે છે : ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચામાં પાણીની અછત નથી થતી અને ત્વચા હાઈડ્રેટેડ રહે છે.સાથે જ ત્વચા પર જરૂરી ભેજ અને લચીલાપણું બની રહે છે.

3) બળતરા ઘટાડે છે : જો તમારા ચહેરા પર ખીલ હોય તો તમે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈને ખીલથી રાહત મેળવી શકો છો. આ કારણે ચહેરા પર બળતરા અથવા સોજો નોંધપાત્ર રીતે ઓછો થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બરફના પાણીથી ચહેરો ધોવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદાઓ, ત્વચા રહે છે હંમેશા ચમકતી"

Leave a comment

Your email address will not be published.


*