બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને થયો પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય અનુભવ- સંદેશ પાઠવતા કહ્યું…

Published on Trishul News at 9:13 AM, Mon, 9 January 2023

Last modified on January 9th, 2023 at 7:31 PM

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(Pramukh Swami Nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે BAPS યુ.કે. યુરોપ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે(Rishi Sunak) શતાબ્દી મહોત્સવ પર સંદેશ પાઠવ્યો છે.

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે વિડિયોના માધ્યમથી શુભેચ્છા પાઠવતા જુઓ શું કહ્યું:
ઋષિ સુનકે વિડિયોના માધ્યમથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ કહ્યા હતા. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે, આ શુભ પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવતા હું ગર્વની લાગણી અનુભવું છું. પ્રમુખસ્વામી મહારાજ ‘બીજાના ભલામાં આપણું ભલું છે એ સંદેશ સાથે જીવ્યા. યુકેમાં વિખ્યાત ભવ્ય નિઝડન (લંડન) મંદિરના સર્જનમાં તેઓ પ્રેરણામૂર્તિ હતા; એવું મંદિર જે તેની સુંદરતાની સાથે સ્થાનિક સ્તરે સેવાકાર્યો માટે સૌ માટે નિરાળું સ્થાન ધરાવે છે.

વધુમાં ઉમેરતા કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે સીંચેલી સેવાની ભાવના યુકેના તમામ BAPS મંદિરોમાં જોવા મળી રહી છે. કોવિડના સમયમાં મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ હજારો લોકો માટે, સમગ્ર સ્થાનિક સમુદાય માટે આગળ આવ્યું અને સેવાઓ પૂરી પાડી. વેમ્બલી સ્ટેડિયમ હોય કે માર્ગ હોય, અનેકવિધ સ્થાનોમાં પ્રમુખસ્વામી મહારાજને વિશિષ્ટ અંજલિ અપાઈ છે. આજે આપ સૌ જ્યારે પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી ઉજવવા એકત્ર થયા છો ત્યારે હું આપ સૌને આદરાંજલિ પાઠવું છું અને તેમના અદભૂત સંસ્કારવારસાને નમન કરું છું. આ મહોત્સવની સફળતા માટે આપને ખૂબ શુભેચ્છાઓ.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યું:
હરદીપ સિંહ પુરીએ જણાવતા કહ્યું હતું કે, હું આજે ખૂબ જ ગૌરવ અનુભવું છું કારણ કે, આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું કારણ કે, તેઓએ દુનિયાને સંતત્વ અને સાદગી શીખવાડી છે. તેઓ સાચા અર્થમાં સમગ્ર “માનવજાત ના ગુરુ” હતા. ભુજ ભૂકંપ વખતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થાએ કરેલા રાહતકાર્યો અને યુકેન યુદ્ધ વખતે મહંતસ્વામી મહારાજ અને BAPS સંસ્થાના સ્વયંસેવકોએ કરેલા રાહતકાર્યો અભૂતપૂર્વ છે. તેના માટે હું આપનો આભારી છું કારણકે હું એ રાહતકાર્યોનો સાક્ષી રહ્યો છું. આજે આ BAPS સંસ્થા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે.

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જુઓ શું કહ્યું:
એલેક્સ એલિસે જણાવતા કહ્યું હતું કે, હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ ભવ્ય અને દિવ્ય નગરની રચના શક્ય બની છે. આ BAPS સંસ્થા એ ભુજનો ભૂકંપ હોય, કોરોનાની મહામારી હોય કે યુક્રેન ક્રાઇસીસ હોય, દરેક સમયમાં હમેશા સમાજસેવાના ઉત્તમ કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા ભક્તો એ એક સેતુ સમાન છે જે આધ્યાત્મિકતા, સહિષ્ણુતા અને શાંતિના પાઠ વિશ્વભરના લોકોને શીખવે છે. ‘બીજાના ભલામાં આપણું ભલું’ એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને થયો પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય અનુભવ- સંદેશ પાઠવતા કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*