‘તાળી વાગે તો મારા શ્યામની’ ગાનારા કથા કલાકાર ‘ઓ લડકી આંખ મારે’ ના ગાનમાં કેવા મોજ કરે છે જુઓ વિડીયો

Published on: 8:13 pm, Wed, 21 July 21

ગુજરાતના ભાગવત કથાકાર અને રાધે રાધેના ઉપનામથી જાણીતા એવા જીગ્નેશ દાદા સૌ લોકોને સારું માર્ગ દર્શન આપે છે અને અસંખ્ય લોકોને સંસ્કારના વારસાની સાથે સાથે જીવન ઉપદેશ પુરા પાડે છે. અલગ અલગ જગ્યાએ કથાઓ કરીને લાખો લોકોને જીવનમાં શું યોગ્ય છે અને શું યોગ્ય છે? તેનું માર્ગદર્શન પૂરું પાડનાર જીગ્નેશ દાદા ફરી વિવાદોમાં ફસાયા છે.

જીગ્નેશ દાદા નાનપણથી જ સંગીત પ્રત્યે રુચિ ધરાવતા હતા. તે ભાગવત કથા માટે બાળપણમાં જ એક સંગીતમાં ટેકો આપવા બ્રાહ્મણની સાથે જતા હતા. ભાગવત કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે નામથી પણ જાણીતા છે. જીગ્નેશ દાદા નો હેતુ ભારત માંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો ને નાબૂદ કરવા માટે ના પ્રયત્નો કરી રહ્યા છે અને સરકારશ્રી ના અભિયાનોને સાથ સહકાર આપવાની ઈચ્છા અને તેને સાકર કરવા ના પ્રયત્નો કરે છે.

ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જીગ્નેશ દાદાનો દીકરો “લડકી આંખ મારે..” તે ગીત પર નાચી રહ્યો નજરે ચડ્યો. સાથે સાથે વીડીઓમાં જોઈ શકો છો કે, તેમના દીકરાને નાચતો જોઇને જીગ્નેશ દાદા ખુદ મોજમાં આવી જાય છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો કોઈ લગ્ન પ્રસંગનો છે હોય તેવું દેખાઈ રહ્યું છે.

વિડીઓમાં “લડકી આંખ મારે..” ગીતના તાલે જીગ્નેશ દાદાનો દીકરો ઝૂમી રહ્યો છે. સાથે જ તેને જોઇને જીગ્નેશ દાદા પણ ખુશ થાય છે. ત્યારે આ વિડીઓને જોઇને ચોક્કસ સવાલ ઉદભવે છે કે, શું લાખો લોકોને પોતાના વિચારો અને સંસ્કારથી પ્રેરિત કરતા જીગ્નેશ દાદાનો છોકરો આ પ્રકારનું કાર્ય કરે તે કેટલું ઉચિત કહી શકાય? વિડીઓમાં તમે જોઈ શકો છો કે, પોતાનો દીકરાને ગીતના તાલે નાચતા જોઇને જીગ્નેશ દાદાને પણ મોજ પડી જાય છે.

લોકો કહી રહ્યા છે કે, ‘તાળી પાડો તો મારા શ્યામની’ ભજન ગાનારા કથા કારના બાળકો ‘ઓ લડકી આંખ મારે’ ગીત પર નાચી રહ્યો છે અને સાથે સાથે જીગ્નેશ દાદા પણ તેમની સાથે મોજ કરી રહ્યા છે. બીજી તરફ આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.