માતા-પિતાના બાળકો સાથે મળતા ચહેરાનું શું છે રહસ્ય? તેનો શું અર્થ થાય? જાણો અહીં

એવું કહેવામાં આવે છે કે તમે વ્યક્તિ વિશેની તમામ માહિતી તેના ચહેરાને જોઈને મેળવી શકો છો. ચહેરો એ વ્યક્તિત્વ અને મનનો અરીસો છે. ચહેરો એ…

એવું કહેવામાં આવે છે કે તમે વ્યક્તિ વિશેની તમામ માહિતી તેના ચહેરાને જોઈને મેળવી શકો છો. ચહેરો એ વ્યક્તિત્વ અને મનનો અરીસો છે. ચહેરો એ એક વ્યક્તિનું પુસ્તક છે, જે વ્યક્તિના જીવન સાથે સંબંધિત ઘણી વસ્તુઓ શોધવા માટે વાંચી શકાય છે. આટલું જ નહીં ચહેરા દ્વારા વ્યક્તિના ભાગ્ય વિશે પણ જાણી શકાય છે. આ બધી બાબતો વ્યક્તિના ચહેરા પરથી જાણી શકાય છે.

તમને જણાવી દઈએ કે સામુદ્રિક શાસ્ત્રમાં ચહેરા અને શરીરના વિવિધ ભાગોના આકાર, રંગ, ડાઘ વગેરે જોઈને માણસ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. સમુદ્ર શાસ્ત્ર એ એક ગ્રંથ છે કોઈ વ્યક્તિના શરીરના જુદા જુદા ભાગો જોઈને તેઓ તેમના વિશે બધું જાણી શકે છે. આજે, આ લેખ દ્વારા, તમે તમારા ચહેરાને જોઈને જાણી શકો છો કે તમે કેટલા ભાગ્યશાળી છો.

તમને જણાવી દઈએ કે જેમ જ્યોતિષ શાસ્ત્ર આવે છે તેમ અહી એક સમુદ્રિક શાસ્ત્ર એક પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથ છે. સમુદ્ર શાસ્ત્ર પણ જ્યોતિષ શાસ્ત્રનો એક પ્રકારનો ભાગ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, સ્ત્રી અને પુરુષના શરીરના અવયવો અને લક્ષણો પર તેના સ્વભાવ અને ભવિષ્યનો આધાર રહેલો છે. સમુદ્ર વિજ્ઞાન મુજબ, જો સ્ત્રીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે, અને પુરુષનો ચહેરો તેની માતા સાથે મળે છે. તેનો તાગ આપણે શાસ્ત્રો મુજબ જાણવાની અને શીખવાનો પ્રયત્ન કરીશું.

સમુદ્ર વિજ્ઞાન મુજબ, જે પુરુષનો ચહેરો માતાના ચહેરા જેવો હોય છે, એ માણસ લાંબું જીવન જીવે છે. અને આવા માણસને જીવનમાં ઘણા પ્રકારનાં આનંદ મળે છે.આવી વ્યક્તિ ખુબ જ યશસ્વી બને છે અને પાછળથી તેના કુટુંબનું નામ રોશન કરે છે અને જયારે બીજી તરફ જોવા જઈએ કે મહિલાઓનો ચહેરો તેના પિતાના ચહેરા જેવો હોય છે, તે મહિલાઓને અત્યંત શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે.

વાંચકમિત્રોને જણાવી દઈએ કે જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળી કે ગ્રહો દ્વારા ભવિષ્યફળ જણાવવામાં આવે છે, તે રીતે સમુદ્ર શાસ્ત્રમાં શરીર ઉપર બનેલા તલ, નિશાન, જન્મના નિશાન અને શરીરમાંથી મળતા સંકેતોથી ભવિષ્યની ઘટનાઓ વિષે જાણવાની રીત જણાવી છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ શરીરના જુદા જુદા અંગોના ફરકવાના અલગ અલગ અર્થ નીકળે છે. તેમાંથી કેટલાક અશુભ હોય છે અને કેટલાક શુભ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *