ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા : AAP ઉમેદવાર રાઘવ ચઢ્ઢા

આગામી સમયમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી પંચે દિલ્હીની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે તારીખ જાહેર કર્યા અનુસાર, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમજ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરી દેવાશે. દિલ્હીમાં આ વખતે આમઆદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર નગર સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, અમે જનતાના પૈસા, જનતા માટે જ ખર્ચ કરીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રીની જેમ રૂપિયા 500 કરોડનું વિમાન નથી ખરીદતા. એક સામાન્ય સભામાં તેમણે કહ્યું હતું કે, જો દિલ્હીમાં અન્ય કોઈ સરકાર આવશે તો તેમણે દર મહિને રૂપિયા 8,000 વધારે ખર્ચ કરવા પડશે. રાઘવ આમ આદમી પાર્ટીના સારા પ્રવક્તા પણ છે.

અહીં તેમની સાથેની વાતચીતનો અમુક ભાગ…

સવાલ: લોકસભા ચૂંટણીમાં તમારે હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે તૈયારીઓ કેવી છે?

જવાબ: લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઘણો ફેર હોય છે. મુદ્દા પણ અલગ હોય છે. જે લોકો કહેતા હતા કે લોકસભામાં મોદીની સામે કોણ? આજે એ લોકો જ પૂછે છે કે, કેજરીવાલની સામે કોણ? મને લાગે છે કે, મતદાતાઓ કેજરીવાલના પક્ષમાં છે. આમ આદમી પાર્ટી દરેક 70 સીટો જીતવા માટે સક્ષમ છે.

સવાલ: ભાજપ ગેરકાયદે કોલોનીઓમાં લોકોને માલિકી હક આપવાનો કાયદો લાવી, તમે આ મુદ્દાને કેવી રીતે જોવો છો?

જવાબ: ભાજપ છ વર્ષ પછી જાગી, કારણકે દિલ્હીમાં ચૂંટણી આવી ગઈ. 6 વર્ષ સુધી તેમને કાચી કોલોનીઓ વિશે વિચાર ન આવ્યો. પરંતુ મારો દાવો છે કે, જો કોઈ નેતા કાચી કોલોનીઓને પાક્કી કરી શકે તેમ છે તો તે અરવિંદ કેજરીવાલ છે.

સવાલ: ‘AAP’ પર આરોપ છે કે તેમણે ચૂંટણી જીતવા 6 મહિના પહેલાં ઘણી ફ્રી સ્કીમની શરૂઆઈ કરી?

જવાબ: અમે જનતાના ફાયદા માટે પાંચ વર્ષથી કામ કરી રહ્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રીએ જેમ રૂ. 500 કરોડનું વિમાન ખરીદ્યું એવું અમે અમારા નથી કરતા. અમે જનતાના પૈસા જનતા ઉપર જ ખર્ચ કરીએ છીએ. આ ખરેખર જનકલ્યાણની ચૂંટણી છે.

સવાલ: શું NRC મુદ્દાની દિલ્હી ચૂંટણી પર અસર થશે?

જવાબ: આ ચૂંટણી વીજળી, પાણી, રસ્તા, સીવર, શિક્ષણ અને સ્વાસ્થયના મુદ્દે થઈ રહી છે.

રાઘવ ચઢ્ઢા: CAથી રાજકારણ સુધી

31 વર્ષની ઉમરે રાઘવે દિલ્હીની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડ્મિશન લીધું. અહીંથી તેમણે CA કર્યું. 2012માં થોડા સમયમાં દેશ પરત આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈ. અહીંથી તેમની રાજકીય સફર શરૂ થઈ છે. રાઘવનું સપનું ભારતીય સેનામાં સામેલ થવાનું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં રાઘવ દક્ષિણ દિલ્હીથી AAPના ઉમેદવાર હતા. તેમની સામે ભાજપના રમેશ બિઘૂડી અને કોંગ્રેસના બોક્સર વિજેન્દ્ર સિંહ મેદાનમાં હતા. બિધૂડીથી સીટ જીત્યા. રાઘવ બીજા ક્રમે રહ્યા. તેઓ AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.