ભાજપના આ દિગ્ગજ નેતાએ જાહેરમાં જ કહી દીધું કે, મા નું દૂધ પીધું હોય તો…

Published on: 7:44 pm, Fri, 19 March 21

હાલ કેન્દ્રીય રક્ષા મંત્રી તથા ભાજપના નેતા રાજનાથસિંહે મંગળવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુરના સબાંગ વિધાનસભા ક્ષેત્રમાં એક રેલી સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનશે તો રાજકીય હિંસા પર સંપૂર્ણ રીતે લગામ ખેંચવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં હિંસા ફેલાવનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળે બોંબ બનાવવાનું કામ થઈ રહ્યું છે.

આ ઉપરાંત બોંબ ફેંકવામાં આવે છે. રાજકીય કાર્યકર્તાઓની હત્યા પણ થાય છે. પણ જે દિવસે ભાજપ સરકાર અહીં બનશે એના બીજા જ દિવસે અમે જોઈશું કે, કોણે પોતાની માનું દૂધ પીધુ છે જે બંગાળની ધરતી પર બોંબ બનાવી શકે છે અને લોકો પર ફેંકે છે. રાજનાથસિંહે રાજકીય હિંસાને લઈને મમતા પર ટોણો માર્યો છે કે, હું બંગાળની પ્રજાને ભરોસો અપાવવા માગું છું કે, જે દિવસે બંગાળમાં ભાજપ સરકાર બની ત્યારે એ પછી ભાજપનો કાર્યકર્તા હોય, TMCનો હોય, કોંગ્રેસનો હોય કે સીપીએમનો હોય કોઈ કાર્યકર્તાઓ પર હુમલો થવા દઈશું નહિ.

જે હિંસા કરશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અહીં અમે કાયદો અને વ્યવસ્થા જળવાય એવા પ્રયત્નો કરીશું. કારણ કે, અમે અહીં વિકાસ કરવા માગીએ છીએ અને વિકાસની પહેલી માંગ સુરક્ષા છે. જ્યાં સુધી લોકો પોતાની જાતને અહીં સુરક્ષિત મહેસુસ નહીં કરે ત્યાં સુધી આ રાજ્યનો વિકાસ નહીં થાય માટે એવી સરકાર જોઈએ છે, જે સુરક્ષાની ગેરેન્ટી આપી શકે.

પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની જે યોજના લાગુ નથી થઈ એને લઈને કહ્યું કે, કેન્દ્રની જે યોજના લાગુ થઈ નથી એ માટે પરિવર્તન જરૂરી છે. લોકતંત્રમાં સરકાર શાસકની જેમ નહીં પણ એક સેવકની જેમ કામ કરે છે. મુખ્યમંત્રીએ પણ સેવાની સાથે કામ કરવું જોઈએ. વધુમાં કહ્યું કે, ભાજપના જે લોકો કંઈ બોલે છે એ કરીને બતાવે છે.

આ જ અમારી સૌથી મોટી તાકાત છે. બંગાળમાં જન્મેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ અમારી પાર્ટી બનાવી છે. તેમણે પણ કહ્યું હતું કે, જે દિવસે અમારી સરકાર બનશે તે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કરી દેવામાં આવશે. આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આત્માને શાંતિ મળી હશે. જોકે, પશ્ચિમ બંગાળમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle