સુરતમાં એક જ કોમના બે ટોળા વચ્ચે મોટી બબાલ ઉભી થતા આખા વિસ્તારમાં છવાયો ડરનો માહોલ- સમગ્ર ઘટના CCTV માં કેદ

સુરત(ગુજરાત): સુરત(Surat) શહેરમાં મારા મારી(Kill me)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વિસ્તારમાં જાણે કે પોલીસ(Police)નો કોઈ ડર જોવા મળતો જ નથી તેવું લાગી…

સુરત(ગુજરાત): સુરત(Surat) શહેરમાં મારા મારી(Kill me)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વિસ્તારમાં જાણે કે પોલીસ(Police)નો કોઈ ડર જોવા મળતો જ નથી તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં અવારનવાર આવા ઝઘડાઓ(Fights) જોવા મળે છે છતાં પોલીસ કઈ પણ કરવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરતના નાનપુરા વિસ્તાર(Nanpura area)માં એક જ કોમના બે ટોળાઓ(Two crowds) વચ્ચે મારમારી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં રસ્તા ઉપર ઊભેલી ગાડી પાર્ક કરેલી ગાડીને કારણે રાજકીય આગેવાનનાં મળતિયાઓએ પ્રકારે કર્યું હતું.

જેને કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે સુરતના નાનપુરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક જ કોમના ટોળા આમને સામને થઇ ગયા હતા, તેમાં એક યુવકને રાજકીય વગ ધરાવતા કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હતો. સમગ્ર વિસ્તાર રાજકીય વગ ધરાવતા આ લોકોએ માથે લઇ લીધો હતો.

આ વિડીયોમાં જોતજોતામાં કાચની બોટલ લઈ એક યુવકે અન્ય યુવકે મારવા લાગ્યા હતા. જેને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છવાય ગયો હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ આ મામલે બન્ને ટોળાને છુટા પાડવાનો પ્રયાસ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલાના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના આ વિસ્તારમાં અનેક વખત નજીવી બાબતને કારણે આ પ્રકારે ટોળા એકઠા થઇને આમને સામને પથ્થરમારો કરતા હોય છે. જેને કારણે સમગ્ર વિસ્તારને માથે લેતા હોય છે. આવી અનેક ઘટના પહેલા પણ બની ચુકી છે. પરંતુ પોલીસે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *