26 હજારનું માસ્ક પહેરીને કરીના કપૂર બોલી… -જાણો શું છે ખાસિયત?

Published on: 11:00 am, Wed, 7 April 21

સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેલી કરીના કપૂર ખાન તેના ચાહકોને તેની અંગત અને વ્યવસાયિક જિંદગીની ઘણી રોચક વાતો અવારનવાર જણાવતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં માસ્ક પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં કરીના કાળા માસ્ક પહેરેલી જોવા મળી હતી અને દરેક લોકોને પણ માસ્ક પહેરવા માટે જાગૃત કરી રહી હતી.

karina kapoor mask 1 - Trishul News Gujarati Breaking News

મુંબઈમાં કોરોના વાયરસના આંકડા આકાશને પહોચી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયની અંદર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, પરેશ રાવલ, વિકી કૌશલ, ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા દિગ્ગજ કલાકારો કોરોનાની પકડમાં આવી ગયા છે. આવી પરિસ્થીતીમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકોએ ફિલ્મોનું કામ બંધ કરી દીધું છે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા ઘરે જ બેઠા છે. અને પોતાના ચાહકોને કોવિડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા વિનંતી કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી કરીના કપૂર ખાને પણ ચાહકોને અપીલ કરી છે. પરંતુ આ સમય દરમિયાન, તેનું માસ્ક ચર્ચાનો વિષય બની ગયું છે. જેની કિંમત ખરેખર આઘાતજનક છે.

સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેલી કરીના કપૂર ખાન તેના ચાહકોને તેની અંગત અને વ્યવસાયિક જિંદગીની ઘણી રોચક વાતો અવારનવાર જણાવતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં માસ્ક પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં કરીના કાળા માસ્ક પહેરેલી જોવા મળી હતી અને દરેક લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહી હતી. આ સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું કે – આ કોઈ પણ પ્રકારનો પ્રચાર નથી. કૃપા કરીને તમેપણ માસ્ક પહેરો અને સ્વસ્થ રહો.

karina kapoor mask 2 - Trishul News Gujarati Breaking News

હાલ ચર્ચાનો વિષય બનેલું કરીનાનું માસ્ક સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. ચાલો આપણે જાણીએ કે કરીના કપૂરે તસવીરમાં જે બ્લેક કલરનો માસ્ક લગાવ્યું છે તેની કિંમત કેટલી છે? માસ્ક પર સફેદ રંગનું એલવી ​(LV)નો સિમ્બોલ પણ છે. આ માસ્ક રેશમ પાઉચ સાથે ઉપલબ્ધ છે. જો તમે આ બ્રાન્ડની વેબસાઇટ પર જાઓ છો, તો તમે જોશો કે આ માસ્કની કિંમત $ 355 ડોલર છે. ભારતીય ચલણમાં આ માસ્કની કિંમત 25,994 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021 કરિના કપૂર માટે ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બીજા પુત્રને જન્મ આપ્યો. અભિનેત્રી તેના ઘરમાં જ નવા જન્મેલા બાળકની સાર સંભાળ લઈ રહી છે અને તેની સાથે ગુણવત્તાયુક્ત સમય પણ ગાળી રહી છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે તે આમિર ખાન મોટા પ્રોજેક્ટ લાલ સિંહમાં જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ 25 ડિસેમ્બર 2021 રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.