શરીર ને દઝાડતી ગરમીને જોઈને હવામાન વિભાગે કહી દીધી મોટી વાત- આવનારા વાવાઝોડા ગયા બાદ…

દેશના લગભગ તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થતાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ઉનાળાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં આ સતત વધારાના…

દેશના લગભગ તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થતાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ઉનાળાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં આ સતત વધારાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. જે રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ આવી રહ્યા છે. MID મુજબ આજે આકાશ સ્વચ્છ રહેશે અને ગરમીમાં વધારો જોવા મળશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી.

દિલ્હી અને એનસીઆરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન એટલી હદે વધી રહ્યું છે કે લોકોને પંખા અને એર કંડિશનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ વધશે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ગયા અઠવાડિયે જ કહેવામાં આવ્યું હતું કે, આ વર્ષે દિલ્હીમાં માર્ચ મહિનામાં ગરમી તેનો 77 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.

નોંધનીય છે કે માર્ચ મહિનામાં અત્યાર સુધીનો ઓલ ટાઈમ રેકોર્ડ 31 માર્ચ 1945ના નામે છે. જ્યારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષે 18 માર્ચ સુધી મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું છે. જો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી કેટલાક કલાકો દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઊંચા વિસ્તારોમાં હળવો બરફ પડવાની સંભાવના છે.

આ દરમિયાન બંગાળની ખાડી પર પહેલું ચક્રવાત ‘અસાની’ બની રહ્યું છે, જેની અસર કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે. આ કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ હાઈ એલર્ટ પર છે. મળતી માહિતી મુજબ અહીંની શાળાઓ અને કોલેજોમાં 21 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવી છે.

IMD અનુસાર 20 માર્ચની સવાર સુધીમાં બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર મજબૂત બનશે અને 21 માર્ચે ચક્રવાતી તોફાન વાવાઝોડામાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ અનુસાર, આ ચક્રવાત આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધશે અને 22 માર્ચે બાંગ્લાદેશ-ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠે પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *