સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આવી રહી છે મોટી આફત- જાણો અહીં

દેશના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બરે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. હાલમાં ‘મહા’ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને તે…

દેશના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બરે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. હાલમાં ‘મહા’ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને તે દર 6 કલાકમાં 24 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. ‘મહા’ વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હતી, પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહેલુ આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોને અસર કરે તેવી આગાહી કરવામાં આવી છે.

વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે ‘મહા’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2 નવેમ્બરે ભારે વરસાદની વકી છે. આ વાવાઝોડાની અસરના કારણે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત તરફ આવેલા ‘કયાર’ વાવાઝોડાના કારણે ખરીફ પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું હતું. હવે ‘મહા’ નામના વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત પર તોળાઇ રહ્યું છે, જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.

‘મહા’ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. આજે સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારિકા ના દરિયાકાંઠા ના વિસ્તારોમાં વરસાદી જાપટાએ ખેડૂતોને નિરાશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *