આજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યું

આકરી ગરમીથી લોકોને રાહત આપતું હવામાન(weather) હવે બદલાવાનું છે. સોમવારથી આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી (Bay of Bengal)માંથી આવતા ભેજવાળા પવનો ઉત્તર ભારત (North…

આકરી ગરમીથી લોકોને રાહત આપતું હવામાન(weather) હવે બદલાવાનું છે. સોમવારથી આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી (Bay of Bengal)માંથી આવતા ભેજવાળા પવનો ઉત્તર ભારત (North India)માં રાહત લાવશે. ભારતીય હવામાન વિભાગ(Indian Meteorological Department) અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી(Delhi), યુપી(UP), પંજાબ(Punjab) અને હરિયાણા (Haryana)માં વાવાઝોડાની સંભાવના છે. ક્યાંક વરસાદ અને ગાજવીજ થશે. કેટલાક વિસ્તારોમાં અચાનક તેજ પવન ફૂંકાઈ શકે છે. દેશના બાકીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પણ આવું જ હવામાન જોવા મળી શકે છે. તેનાથી ગંગાના મેદાનોમાં થોડા દિવસો માટે ગરમીના મોજાથી છુટકારો મળશે.

હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મધ્ય અને પૂર્વ ભારત ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાં પારો 2-3 ડિગ્રી નીચે આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વમાંથી આવતા પવનોને કારણે બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં આગામી 5 દિવસ સુધી જોરદાર આંધી અને વાવાઝોડું આવી શકે છે.

IMDએ કહ્યું કે, પશ્ચિમી વિક્ષેપને કારણે સોમવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં જોરદાર પવન ફૂંકાશે. મધ્યમ વરસાદ પણ પડી શકે છે. આ પછી, 3 અને 4 મેના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના છે. કરા પણ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે ઉત્તરપૂર્વ ભારત અને સબ-હિમાલયન બંગાળ, સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી આંધી અને વાવાઝોડાની શક્યતા છે.

મે મહિનો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના સૌથી ગરમ મહિનાઓમાંનો એક માનવામાં આવે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત માટે આ વર્ષે એપ્રિલ મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે. વરસાદે પણ આ વખતે ઉદાસીનતા દાખવી છે. 1 માર્ચથી 30 એપ્રિલની વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની ખાધ 32% અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 86% સુધી નોંધાઈ છે. પરંતુ હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે તેમાં થોડી રાહત મળવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *