વરમાળા પહેરાવતી વખતે દુલ્હને એવી હરકત કરી કે, જિંદગીમાં કોઈએ ક્યારેય નહિ કરી હોય- આ વિડીયો જોઇને ખખડી પડશો

Published on Trishul News at 9:58 AM, Thu, 29 July 2021

Last modified on July 29th, 2021 at 9:58 AM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાય વિડીયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીયો રમુજી પણ હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. હાલમાં આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.

અહીં સ્ટેજ પર વરમાળા પહેરાવતી વખતે અચાનક દુલ્હન ‘કબડ્ડી’ રમવા લાગે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, વરમાળાની ધાર્મિક વિધિ ચાલી રહી હતી. વર-કન્યા સ્ટેજ પર હતા. કન્યાએ વરરાજાને માળા પહેરાવી. પરંતુ, જયારે વરરાજા માળા પહેરાવવા ગયો ત્યાં જ દુલ્હન પીછેહઠ કરી ગઈ. જો વરરાજા એક પગલું આગળ વધે છે, તો દુલ્હન પાછળની બાજુ ચાલે છે અને સ્ટેજ પર ‘કબડ્ડી’ ચાલુ થઇ જાય છે.

વરરાજા પીછો કરે છે તો દુલ્હન સ્ટેજ પર દોડવાનું શરૂ કરે છે. વરરાજા માળા પહેરાવવા માટે કન્યાની પાછળ દોડે છે. પરંતુ, કન્યા સોફાની પાછળ જાય છે. આ દરમિયાન વરરાજાના મિત્રો સોફા કાઢી નાખે છે. ખૂબ જ મુશ્કેલીથી દુલ્હન વરની સામે અટકી જાય છે અને પછી તે વરમાળા પહેરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ લાઈક કરી રહ્યા છે.

ઉપરાંત લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે. પરંતુ, તેના પર વિવિધ પ્રકારની કૉમેન્ટ્સ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, કન્યા શાનદાર કબડ્ડી રમી. તમે પણ લગ્નનો આ વીડિયો જોયા પછી હસવાનું રોકી શકશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વરમાળા પહેરાવતી વખતે દુલ્હને એવી હરકત કરી કે, જિંદગીમાં કોઈએ ક્યારેય નહિ કરી હોય- આ વિડીયો જોઇને ખખડી પડશો"

Leave a comment

Your email address will not be published.


*