દરરોજ ભરપેટ જમીને પણ આ યુવતીએ ઘટાડ્યું 27 KG વજન- લોકોને કહ્યું ‘તમે પણ ઘટાડી શકો છો!’ જાણો કેવી રીતે?

Published on Trishul News at 11:16 AM, Thu, 27 January 2022

Last modified on January 27th, 2022 at 1:33 PM

વજન વધવાના કારણોમાં બેઠાડુ જીવનશૈલી, ઓછું ચાલવું, ફાસ્ટ ફૂડનું વધુ સેવન, વધારાની કેલરી વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં લગભગ 153 કરોડ લોકો મોટાપાથી પીડિત છે. વજન ઘટાડવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે, પરંતુ જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો કોઇપણ વ્યક્તિ વજન ઘટાડી શકે છે.

આજે અમે તમને અનુ નામની એક વર્કિંગ વુમનના પરિવર્તન વિશે જણાવી રહ્યા છીએ જેણે હાલમાં જ 27 કિલો વજન ઘટાડ્યું છે. જે લોકો કહે છે કે લગ્ન પછી મહિલાઓનું વજન ઓછું નથી થઈ શકતું અથવા તો તેમને વજન ઘટાડવાનો સમય નથી મળતો, તેઓ આ મહિલા પાસેથી ઘણું શીખી શકે છે કે નોકરી અને પરિવારનું ધ્યાન રાખવાની સાથે વજન કેવી રીતે ઓછું કરવું?

85 થી 58 KG સુધીની ફિટનેસ સફર (Fitness journey from 85 to 58 kg)
અનુ (Anu Bathla Age:34) જણાવતા કહે છે કે, ‘પ્રેગ્નન્સી પછી જ્યારે મને બાળક થયું ત્યારે તેની સંભાળ રાખવા, ઘરના કામકાજ કરવા અને ટીચિંગની નોકરીને કારણે હુંમારા પર ધ્યાન આપી શકી નહીં, જેના કારણે મારું વજન લગભગ 85 કિલો થઈ ગયું. ત્યારે જ મેં વિચાર કર્યો કે હવે મારે વજન ઘટાડવું જ પડશે.’

અનુ વધુમાં કહેતા જણાવે છે કે, ‘સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબૂ સાથે ‘ગ્રીન ટી’ પીવાથી લઈને મેં દરેક રીત અપનાવી. કેટો ડાયેટ, જીએમ ડાયેટ, 5-બાઈટ ડાયેટ, રેઈન્બો ડાયેટ, પેલેઓ ડાયેટ વગેરે જેવા ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ આહારનું પાલન પણ કર્યું. પરંતુ મને કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નહોતો. સાથોસાથ મેં વજન ઘટાડવાની કેપ્સુલ પણ લીધી હતી, પરંતુ થોડા સમય પછી વજન હતુંને તેવું થઇ ગયું હતું.’

આ પછી લોકડાઉન થયું અને મારા ખાલી સમયમાં, મેં વજન ઘટાડવાની પદ્ધતિઓ અને તેની પાછળના વિજ્ઞાન વિશે વાંચવાનું શરૂ કર્યું. જેના પરથી મને ખબર પડી કે વજન ઘટાડવાના મારા પ્રયત્નો ખોટી દિશામાં જઈ રહ્યા છે. આ પછી મેં સર્ટિફાઇડ કોચ સચિન કુમાર સાથે વાત કરી અને તેમણે મને ડાયટ અને વર્કઆઉટ પ્લાન આપ્યો. તેણે મને આપેલા ડાયટ અને વર્કઆઉટ પ્લાનને મેં અનુસરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં મારું વજન ઓછું થવા લાગ્યું હતું.

શું છે ડાયટ પ્લાન? – બ્રેકફાસ્ટ (Breakfast)
200 મિલી દૂધ અથવા દહીં, 75 ગ્રામ કુટીર ચીઝ અથવા 60 ગ્રામ ચીઝ, 100 ગ્રામ લીલા શાકભાજી

સ્નેક્સ (Snacks)
1 સ્કૂપ WHEY પ્રોટીન

બપોરનું ભોજન (Lunch)
40 ગ્રામ ઘઉંનો લોટ (રોટલી અથવા પરાઠા), 30 ગ્રામ સોયાના ટુકડા (રોટલી કે પરાઠાને લોટમાં પીસીને બનાવવા માટે) , 10 ગ્રામ ઘી અથવા માખણ (બ્રેડ અથવા પરાઠા પર અથવા શાકભાજી બનાવવા માટે) , 35 ગ્રામ કાચા રાજમા અથવા ચણાની સબ્જી અને 150 ગ્રામ સલાડ.

સ્નેક્સ (Snacks)
1 સ્કૂપ WHEY પ્રોટીન

રાત્રિભોજન (Dinner)
45 ગ્રામ ઘઉંનો લોટ લો અને તેની રોટલી બનાવો, 35 ગ્રામ સોયા ચંકને પીસીને લોટ સાથે મિક્સ કરો. 8 ગ્રામ ઘી અથવા માખણ (રોટલી અથવા શાક બનાવવા માટે), 35 ગ્રામ કાચા રાજમા અથવા દાળ અથવા ચણા, 150 ગ્રામ સલાડ, 1 સ્કૂપ કેસીન પ્રોટીન (સૂવાના સમય પહેલાં)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "દરરોજ ભરપેટ જમીને પણ આ યુવતીએ ઘટાડ્યું 27 KG વજન- લોકોને કહ્યું ‘તમે પણ ઘટાડી શકો છો!’ જાણો કેવી રીતે?"

Leave a comment

Your email address will not be published.


*