Lockdown માં લેવા ગયો શાકભાજી, પરંતુ ઘરે લગ્ન કરી દુલ્હન સાથે પહોંચ્યો

Published on Trishul News at 12:49 PM, Thu, 30 April 2020

Last modified on April 30th, 2020 at 12:49 PM

lockdown દરમિયાન એક વ્યક્તિ શાકભાજી અને રેશન લેવા માટે બજારમાં નીકળ્યો હતો,પરંતુ જ્યારે તે ઘરે પાછો ફર્યો તો સાથે દુલ્હનને લઈને આવ્યો. લગ્નનો ગજબ નો કિસ્સો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાનો છે.

ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદ વિસ્તારમાં lockdown અચાનક દુલ્હન ના ઘરે આવવાથી યુવકના માતા ના હોશ ઉડી ગયા, હકીકતમાં આ દીકરો પોતાની ગર્લફ્રેન્ડને પત્ની બનાવીને લઈ આવ્યો. નાખુશ છોકરાની માતાએ દુલ્હનને પોતાના ઘરમાં જવાની ના પાડી દીધી. ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

દુલ્હનના પરિધાનમાં છોકરી અને સાથે છોકરો બંને હાજર હતા.ત્યાં છોકરાની માતા પણ આવી અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે lockdown ના ઉલ્લંઘન કરનાર દીકરાને ઘરમાં નહીં ઘૂસવા દે. દીકરો રેશન લેવા ગયો હતો અને છોકરી સાથે લગ્ન કરીને લઇ આવ્યો. છોકરાની માં સહમત ન થયા બાદ પોલીસે વર વધુ ને અલગ ભાડાના મકાનમાં રહેવા માટે કહી દીધું.

જણાવી દઈએ કે lockdown દરમ્યાન ઘરની બહાર નીકળેલા આ યુવકે આમ અચાનક દુલ્હન લઈ ઘરે પહોંચવાની ઘટના લોકોને હેરાન કરી દે એવી છે. લગ્ન કરીને આવેલું કપલ સાહિબાબાદ ના શ્યામ પાર્ક વિસ્તારમાં રહે છે.

છોકરાની માતાએ કહ્યું કે લગ્ન થયા છે કે નહીં. આ વાતની કોઈ સાબિતી નથી.જ્યારે છોકરાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મંદિરમાં લગ્ન થયા છે.આ આખી ઘટના થાનામાં પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "Lockdown માં લેવા ગયો શાકભાજી, પરંતુ ઘરે લગ્ન કરી દુલ્હન સાથે પહોંચ્યો"

Leave a comment

Your email address will not be published.


*