પાંચ માળની બિલ્ડિંગમાં અચાનક ભભૂકી ઉઠી આગ, 12 વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત

Published on: 5:13 pm, Sat, 17 October 20

શુક્રવારે રાત્રે કોલકાતાના ગણેશચંદ્ર એવન્યુમાં પાંચ માળની રહેણાંક મકાનમાં આગ લાગતાં 12 વર્ષના છોકરા સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. પશ્ચિમ બંગાળના ફાયર સર્વિસ પ્રધાન સુજિત બોઝે જણાવ્યું હતું કે, તમામ લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં એક 12 વર્ષિય બાળક અને એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે.

આ સંદર્ભે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છોકરો ડરથી બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં થોડીવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. એક મહિલાનો મૃતદેહ મકાનના બાથરૂમમાંથી મળી આવ્યો છે. બિલ્ડિંગમાં રહેતા બે લોકો પણ ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના ઉત્તરીય ભાગમાં બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી. જે ઉપલા માળ તરફ પણ ફેલાઇ હતી. બોસે કહ્યું કે, તમામ લોકોનો બચાવ થયો છે. આગ કાબૂમાં છે. હવે ઠંડક કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા અને આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા 25 અગ્નિશામક ઉપકરણો અને એક હાઇડ્રોલિક સીડી સ્થાપિત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle