આ તે કેવા નિયમો! આવા કપડા પહેરીને કરશો ડ્રાઇવિંગ તો ટ્રાફિક પોલીસ ભરશે આકરા પગલા

What a rule it is! If you are wearing such clothing, then the traffic police will take aggressive action

સમગ્ર ભારતમાં ટ્રક ડ્રાઇવરોની પસંદીદા પોશાક લુંગી છે. લુંગી પહેરીને ટ્રક ચલાવવામાં તેઓ આરામનો અનુભવ કરે છે, પરંતુ હવે આ લુંગીના ચક્કરમાં તેમને ભારે દંડ આપવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં લુ્ંગી પહેરીને સતત ટ્રક ચલાવનારા ડ્રાઇવરોનો પણ ચાલાન ભરવો પડી રહ્યો છે. તેમને આવું કરવા પર બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

રાજ્યના તમામ વ્યાપારી વાહનોના ચાલકો અને સહાયકોને લુંગી અને બનિયાન પહેરીને ગાડી ચલાવતા પકડાયા તો તેમને 2,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. મોટર વાહન (એમવી) અધિનિયમના નવા કાયદા અનુસાર ડ્રાઇવરોને ડ્રેસ કોડનું પાલન કરવાનું હોય છે. પરંતુ હજૂ સુધી તેને સખ્તી સાથે લાગૂ કરવામાં આવ્યો નથી. હવે તેના પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ચપ્પલ, સેન્ડલ પહેરીને ગાડી નહી ચલાવી શકો

ચાલકોને ફુલ-લેંથ પેન્ટ અને શર્ટ અથવા ટી-શર્ટ પહેરીને જ ગાડી ચલાવી પડશે. આ સિવાય ચપ્પલ, સેન્ડલ પહેરીને અથવા ઉઘાડા પગે ગાડી ચલાવી શકાશે નહી. તેમને જૂતા પહેરવા અનિવાર્ય છે. નવા પ્રાવધાન અનુસાર આ નિયમ તમામ સ્કૂલ વાહનોના ડ્રાઇવરો પર લાગૂ થશે. સ્કૂલ ડ્રાઇવરોને વરધી પહેરવી પણ અનિવાર્ય છે.

લખનઉના એએસપી (ટ્રાફીક) પૂર્ણેદ્રુ સિંહએ જણાવ્યું કે, ડ્રેસ કોડ 1939થી એમવી અધિનિયમનો ભાગ છે અને જ્યારે 1989માં અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું હતું, તેના જ ઉલ્લંઘન માટે 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હવે એમવી એક્ટ 2019ની કમલ 179 અંતર્ગત ડ્રેસ કોડના ઉલ્લંઘન પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એસએસપીએ જણાવ્યું કે, આ નિયમ સ્કૂલના ડ્રાઇવરો પણ લાગૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.