વારંવાર સંભોગ તેમજ હસ્તમૈથુન કરવું એ સ્વાસ્થ્યને માટે લાભકારક છે કે નુકશાનકારક ?

Published on: 12:34 pm, Sun, 15 November 20

પોતાનાં પાર્ટનરની સાથે સંભોગ કરતી વખતે ઘણાં લોકોને પ્રશ્ન તેમજ સમસ્યાઓ પણ થતી હોય છે.ઘણાં લોકોને તો એની આડઅસર પણ થતી હોય છે. હાલમાં આવાં જ એક પ્રશ્નનો ઉપાય લઈને આવ્યાં છીએ. તો ચાલો આપને જણાવીએ ..

માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુનને લઇને લોકોનાં મનમાં જુદાં-જુદાં વિચાર હોય છે. ઘણાં લોકો એને ફાયદાકારક ગણાવે છે તો ઘણાં લોકો તેને નુકસાનકારક ગણાવે છે. જો, કે સેક્સની જેમ માસ્ટરબેશનને પણ ખરાબ જ સમજવામાં આવે છે તથા તે અંગેની બિન્દાસ રીતે વાત પણ કરવામાં આવતી નથી. કેટલાંક લોકોને લાગે છે કે માસ્ટરબેશનની સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. આ તમામ વાતોમાં છેવટે કેટલીક સાચી છે તે અંગે જાણીએ..

ઘણાં લોકોને એવો પ્રશ્ન હોય છે, કે અઠવાડિયામાં અંદાજે 4-5 વાર કોઇ પુરૂષ દ્રારા પાર્ટનરની સાથે યૌન સંબંધ બનાવવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. શું સંભોગ તથા હસ્તમૈથુનની સ્વાસ્થ્ય પર કોઇ અસર પડે છે. ઘણાં પુરુષને એવો પ્રશ્ન હોય છે, કે સેક્સ દરમિયાન લિંગ ઢીલું થઇ જાય છે. યોનિમાં પ્રવેશ નથી કરાવી શકતો. શું કારણ હોય શકે ?

તો આનો ઉત્તર એ છે, કે જો તમે તથા તમારા પાર્ટનર શારીરિક તેમજ માનસિક રીતે ફિટ છે તો એવું કોઇ પણ કારણ નથી કે તમે તમારા પાર્ટનરની સાથે 4-5 વાર સપ્તાહમાં 7 વાર પણ સેક્સ ન કરો. હસ્તમૈથુનની તુલનામાં સેક્સ નિશ્ચિત રીતે વધુ સુખદ છે જેનાંથી જો તમે વારંવાર કરો તો પણ તે ખરાબ નથી.

હસ્તમૈથુન એ તો સેક્શુઅલ નીડને પૂરી કરવાની એક રીત જ છે. અગાઉનાં સમયમાં લગ્ન ઝડપથી કરી દેવામાં આવતાં હતા તો છોકરાઓ તેમજ છોકરીઓને પણ હસ્તમૈથુન કરવાની જરૂર પડતી ન હતી. આજકાલ તો લગ્ન 30 વર્ષની આજુબાજુ થઇ રહ્યા છે. જેનાંથી લોકોને શારીરિક સંતુષ્ટિને માટે હસ્તમૈથુનની જરૂર પડે છે.

શરીરને જુદી-જુદી જરૂરીયાત હોય છે. માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે રિલેક્સ કરવાંની જરૂર હોય છે. શારીરિક સ્વાસ્થ્યનાં યોગ્ય રાખાવ માટે યોગ્ય ડાયેટ, મલ્ટી વિટામીન તેમજ મિનરલ્સની જરૂર રહેલી હોય છે એ જ રીતે સેક્શુઅલ હેલ્થને માટે ઓર્ગેજમની જરૂર રહેલી હોય છે. ઓર્ગેજમનાં કુલ 2 પ્રકાર છે. પ્રથમ તો તમારા પાર્ટનરની સાથે સેક્સ કરી શકો બીજુ એ કે પાર્ટનર ન હોય તો હસ્તમૈથુન પણ કરવું.

સ્વાસ્થ્ય પ્રમાણે જોઇએ તો હસ્તમૈથુનનો કોઇ ખાસ લાભ તો નથી થતો એવું નથી કે હસ્તમૈથુન કરવાંથી શરીરનાં ગ્રોથમાં તથા સ્પર્મકાઉન્ટ પણ વધશે. પરંતુ એને કરવાંથી ઘણું નુકસાન પણ થાય છે. ઘણાં લોકોનું માનવું છે, કે હસ્તમૈથુન કરવાથી શરીરનો ગ્રોથ અટકી જાય છે. પરંતુ એવું તો બિલકુલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP