ગુજરાત સરકારે ‘આ’ શું કર્યું?, પાછલા બારણેથી લોકોના માથે આ મામલે માર્યો ભાવ વધારો

ગુજરાત સરકારે તેની વીજકંપનીઓની વીજળી વાપરતા ગ્રાહકો ઉપર પાછલા બારણેથી જંગી ભાવ વધારો લાધ્યો છે. આ ભાવવધારો ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇસ…

ગુજરાત સરકારે તેની વીજકંપનીઓની વીજળી વાપરતા ગ્રાહકો ઉપર પાછલા બારણેથી જંગી ભાવ વધારો લાધ્યો છે. આ ભાવવધારો ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇસ એડ્જસ્ટમેન્ટના રૂપમાં છે.

યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો ફ્યુઅલ સરચાર્જમાં કરાયો છે. જુલાઇ- ઓગસ્ટ- સપ્ટેમ્બર-૨૦૧૯ના બિલોમાં આ ભાવવધારો લદાશે, જેના કારણે સરકારી વીજળી વાપરતા ૧ કરોડ ૪૦ લાખ જેટલા ગ્રાહકો ઉપર મહિને રૂ.૧૭૭ કરોડનો જંગી બોજો આવશે.  જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓ FPPPA ચાર્જ અત્યાર સુધી યુનિટે રૂ.૧.૯૦ હતો, જે આગળ ના મહિનાઓ દરમિયાન વધીને રૂ.૨.૧૦ થશે.

રસપ્રદ એ છે કે, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વીજળી સપ્લાય કરતી ટોરન્ટ કંપનીએ તેના ગ્રાહકો ઉપર આ રીતે ફ્યુઅલ સરચાર્જના વધારાના રૂપમાં ભાવવધારો લાધ્યો નથી. એનો ફ્યુઅલ સરચાર્જ યુનિટદીઠ રૂ.૨.૧૧ યથાવત્ રાખ્યો છે.

૩ મહિનામાં અદાણી પાસેથી રેકર્ડબ્રેક વીજળીની ખરીદી

દરમિયાન જીયુવીએનએલ દ્વારા એપ્રિલ-મે-જૂન- ૨૦૧૯ દરમિયાન અદાણી પાવર લિમિટેડ પાસેથી રેકોર્ડ ૪૫,૬૯૦ લાખ યુનિટ વીજળી સરેરાશ રૂ. ૩.૯૧ ના ભાવે ખરીદી છે, અર્થાત્ રૂ.૧૭૮૬.૪૮ કરોડની વીજળી એકલા અદાણી પાસેથી ખરીદાઇ છે.

જ્યારે તાતા પાસેથી રૂ.૮૩૩.૪૫ કરોડની, એસ્સાર પાસેથી રૂ. ૧૩૨ કરોડની, જીએમઆર યાને અદાણીની નવી કંપની પાસેથી રૂ. ૨૯૩.૨૦ કરોડની અને ઇન્ડિયન એનર્જી એક્સ્ચેન્જમાંથી રૂ.૨૩૧.૫૬ કરોડની વીજળી ખરીદાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *