નાના એવા ગલુડિયાએ એવું તો શું કર્યું કે મહાકાય આખલાએ ઉભી પુછડીયે મૂકી દોટ- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

તમે આવા ઘણા વિડીયોમાં જોયા જ હશે જ્યાં તમે કોઈ વ્યક્તિને બળદ સાથે પંગો લેતા જોવા મળે છે અને બાદમાં તે તેમના પર જ ભારી પડે છે. પરંતુ દર વખતે એવું નથી હોતું કે, બળદ જ દર વખતે અન્ય સાથે પંગો લઇ શકે, ક્યારેક એવું પણ બની શકે છે કે, ક્યારેક બળદને અન્ય લોકો સાથે પંગો લેવો ખુદ પર જ ભારે પડી શકે છે. ત્યારે આવો જ એક વિડીઓ ટ્વિટર પર વાયરલ થઇ રહ્યો છે જેમાં આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. આ વાયરલ થઇ રહેલા વિડીઓમાં 12 કલાકની અંદર 57 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને જોવા જઈએ તો આ વિડીઓને 5 હજાર કરતા પણ વધુ લાઈક્સ મળી ચુકી છે.

આ વિડીઓમાં તમે નાનું એક સુંદર ગલુડિયું જોઈ શકો છો. આ ગલુડિયું શાંતિથી પોતાના રસ્તે જઈ રહ્યું હોય છે. તેમને નથી ખબર હોતી કે તેમની પાછળ એક બળદ આવી રહ્યો છે. ગલુડિયું તો પોતાની મોજ મસ્તીમાં ચાલી રહ્યું છે. ત્યારે અચાનક જ તે સમયે પાછળ આવી રહેલો બળદ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવશે તેવો તેમને આભાસ થાય છે અને અચાનક જ તે પોતાનો બચાવ કરવા લાગે છે. આ જ સમયે ગલુડિયાને સમગ્ર મામલાને સમજી જાય છે અને પાછળ ફરીને બળદ પાછળ દોડવા લાગે છે. ગલુડિયાને જોઇને બળદ પણ બીકનો માર્યો ભાગવા લાગે છે.

તમે આ વાયરલ વિડીઓ જોઇને ગલુડિયાએ દાખવેલ હિંમતની તમે પણ જરૂરથી વખાણ કરશો. આ કૂતરો સામાન્ય રીતે ઇન્ડોર ગાર્ડ ડોગ તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ દરેક વ્યક્તિ આ વિડીઓ જોઇને ગલુડિયાની હિંમત જોઇને તેમની પ્રસંશા કરે છે. તમે પણ આ વિડીઓ જોઇને ગલુડિયાની હિંમતને જોઇને તમે પણ વખાણ કરતા કરતા થાકી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *