ગઈકાલે રાતે એવું તો શું થયું કે, 70 લાખ અમદાવાદીઓ મીઠી નિંદ્રામાં હતા પોલીસને લોક કરવું પડ્યું આખું અ’વાદ

અમદાવાદ(Ahmedabad): કોરોનાના સમયગાળા દરમિયાન શહેરમાં દરેક વસ્તુઓ અટકી ગઈ હતું, પરંતુ કોરોના(Corona) બાદ ફરીથી શહેરો ધમધમવવા લાગ્યા છે. એવામાં અમદાવાદમાં બુધવારે રાતે અચાનક જ 11.30…

અમદાવાદ(Ahmedabad): કોરોનાના સમયગાળા દરમિયાન શહેરમાં દરેક વસ્તુઓ અટકી ગઈ હતું, પરંતુ કોરોના(Corona) બાદ ફરીથી શહેરો ધમધમવવા લાગ્યા છે. એવામાં અમદાવાદમાં બુધવારે રાતે અચાનક જ 11.30 વાગ્યે લોકડાઉન(Lockdown) કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. તેમજ આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે? વગેરે જેવા સવાલો લોકોના મનમાં થઈ રહ્યા હતા.

અમદાવાદમાં ચાલેલા આ એક કલાકના લોકડાઉન અંગે જાણવા મળ્યું છે કે, આગામી 1 જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાવાની છે, જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે એ ચકાસવા માટે શહેરને આ રીતે લોક કરવામાં આવ્યું હતું.

ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી:
પોલીસ કેટલી એલર્ટ છે એ ચકાસવા માટે કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે, એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાનાં એંધાણ તો નથીને? આવા અનેક સવાલો લોકોના મનમાં થઈ રહ્યા હતા.

એક-એક વાહન ચેક કર્યા:
સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા હોવાની માહિતી મળતા જ પોલીસ દ્વારા એક-એક વાહનને ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા હતા તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા તેમજ તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા. અંતે, અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી. ગણતરીની મિનિટમાં જ નાકાબંધી કરી પોલીસ દ્વારા શકમંદ કારને ઝડપી પાડી હતી.

એક કલાક ચાલી લોકડાઉન પ્રક્રિયા: સંયુક્ત પોલીસ કમિશનર:
આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ એક કલાક સુધી ચલાવવામાં આવેલી લોકડાઉન પ્રક્રિયા કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટે કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે. તેમજ પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા. પોલીસ કેટલી એલર્ટ છે તે જાણવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *