રામ મંદિર વિષે શું વિચારે છે હાર્દિક પટેલ? મોટું નિવેદન આવ્યું સામે….

0
113

પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાતમાંથી યુવા નેતા બનેલા હાર્દિક પટેલ એ હવે પોતાની રાષ્ટ્રીય ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે તે રોજ અલગ અલગ રાષ્ટ્રીય  મુદ્દાઓને લઈને નિવેદનો આપી રહ્યો છે. ત્યારે હવે હાર્દિક એ વર્ષો જુના રાજનૈતિક મુદ્દાને પોતાના ભાષણોમાં જાણતા સમક્ષ મૂકી રહ્યો છે. હાર્દિકે રામ મંદિર મુદ્દે ભાજપને આડે હાથ લઇ રહ્યો છે. હાર્દિકે પોતાના ગુજરાત બહારના પ્રવાસમાં અચાનક વધારી દીધા છે. છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક સતત ઉત્તર પ્રદેશ ઘમરોળી રહ્યો છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મુદ્દે પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું પોતાનું વચન પૂરું નહીં કર્યું. મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે ભાજપે લોકોને દગો આપ્યો છે. આ લોકોએ વચન આપ્યું હતું કે તેઓ મંદિરની નિર્માણ કરશે પરંતુ પાર્ટીએ તેમનું વચન પૂરું નહીં કર્યું. હવે દેશની જનતા આવનારી ચૂંટણીમાં તેમને પાઠ ભણાવશે.

હાર્દિકે રામ મંદિર બાબતે કોંગ્રેસના વખાણ પણ કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું તાળું રાજીવ ગાંધીની સરકારે ખોલ્યું હતું જયારે ભાજપ સતત આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. ભાજપ લોકોને સુપ્રીમ કોર્ટની વાત કહીને ભટકાવી રહી છે. મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે દેશના યુવા બેરોજગારીનો માર વેઠી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર કઈ પણ નથી કરી રહી, તેઓ ખેડૂતોને નજરઅંદાઝ કરી રહ્યા છે અને તેમની સમસ્યાનું સમાધાન નથી કરતા.

હાર્દિક પટેલે રાહુલ ગાંધીની પરિપક્વતાને લઈને પણ મોટી વાત કહી દીધી હતી. હાર્દિક પટેલે કહ્યું કે પહેલા લોકો એવું કહેતા હતા કે રાહુલ ગાંધી જ્યાં પણ રેલી કરે છે ત્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. હવે જ્યાં પણ યોગી આદિત્યનાથ રેલી કરે છે ત્યાં ભાજપ હારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here