શું છે કોરોનાવાયરસ? સાઉદી અરબ બાદ હવે ચીનમાં હાહાકાર, જાણો કેટલો છે ખતરનાક

ચીનમાં મળી આવેલ કોરોનાવાયરસે હવે પોતાના મૂળિયા અમેરિકા સુધી પહોંચાડી દીધા છે. અમેરિકામાં પણ કોરોનાવાયરસ વાઇરસ નો પહેલો કેસ સામે આવ્યો છે. ચીનમાં અત્યાર સુધી…

ચીનમાં મળી આવેલ કોરોનાવાયરસે હવે પોતાના મૂળિયા અમેરિકા સુધી પહોંચાડી દીધા છે. અમેરિકામાં પણ કોરોનાવાયરસ વાઇરસ નો પહેલો કેસ સામે આવ્યો છે. ચીનમાં અત્યાર સુધી આ વાયરસથી છ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.ફોટો માં દેખાઈ રહેલા છે કે બીજી એરપોર્ટ પર સ્વાસ્થ્ય સુરક્ષા કર્મી ત્યાં આવતા જતા લોકો નું સ્કેનિંગ કરી રહ્યો છે.

અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે કે તેમની ધરતી પર પણ કોરોનાવાયરસ આવી ચૂક્યો છે. વોશિંગ્ટન ની પાસે રહેતા એક ૩૦ વર્ષિય યુવક માં આ વાઈરસનું ઈંફેક્શન મળ્યું છે. યુવક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. આ અમેરિકાએ યુવક ચીનના વુહાન થી પરત ફર્યો હતો. વુહાન એરપોર્ટ ઉપર પણ કોમ્પ્યુટર દ્વારા લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

આખી દુનિયામાં અત્યાર સુધી આ વાઇરસની ઝપેટમાં લગભગ ૪૫૦ લોકો આવી ચૂક્યા છે. ડબલ્યુએચઓ પણ બુધવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી રહી છે. આવો તમને જણાવીએ આ વાયરસ ની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ?ફોટો માં દેખાઈ રહ્યું છે કે શાંઘાઈના એરપોર્ટમાં હાથમાં પકડેલ મશીન દ્વારા લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.

કોરોનાવાયરસ જેવા વાઇરસની શોધ સૌથી પહેલા મધ્ય પૂર્વીય દેશોમાં થઇ હતી. સાઉદી અરબના 2012માં સૌથી પહેલા મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS-CoV) વાઇરસને શોધવામાં આવ્યો હતો. આ વાયરસ કોરોનાવાયરસ પરિવાર નો પૂર્વજ છે.

2012 થી અત્યાર સુધી આ વાયરસના કારણે મધ્ય પૂર્વના દેશોમાં 800થી વધારે લોકો મરી ચૂક્યા છે. આ વાઇરસે ઊંટો દ્વારા માણસોમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ 2003માં ચીનમાં જ કોરોનાવાયરસ ના પરિવારના એક પૂર્વજ વાયરસને શોધવામાં આવ્યો હતો. તેનું નામ હતું સિવિયર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ.

આ વાયરસના કારણે વર્ષ 2003માં ચીન અને હોંગકોંગમાં લગભગ ૬૫૦ લોકોના મૃત્યુ થયા હતા. વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી તો માલૂમ પડ્યું કે વાયરસ ચામાચીડિયા દ્વારા માણસોમાં પહોંચ્યો.

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ ચીનના વુહાન ના સામે આવ્યા છે. ત્યારબાદ ચીનથી આવતી જતિ દરેક ફ્લાઇટ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર વિશેષ પ્રકારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

ભારતીય વિમાન મથકો ઉપર પણ તેની ખૂબ જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી, મુંબઈ અને કલકત્તા ઉપરાંત ચેન્નઈ, હૈદરાબાદ તેમજ કોચીન એરપોર્ટ પર પણ ચીનથી આવતા જતા યાત્રિકોની તપાસ કરવામાં આવી રહી છે.

ચીનના વુંહાન માં કોરોના વાઇરસનો પહેલો કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો. ત્યારબાદ ફક્ત ચીનમાં જ અત્યાર સુધી ૩૦૦ લોકો તેની ઝપટમાં આવી ચૂકયા છે. આના કારણે લગભગ ત્રણ લોકોનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે.

ચીનમાં વધી રહેલા વાઇરસના કારણે પર્યટન અને હોટલ ઇન્ડસ્ટ્રી માં ખોટ આવી છે. કોરોનાવાયરસ ની ઝપેટમાં દક્ષિણ કોરિયા, શાંઘાઈ, તાઇવાન, જાપાન ભારત અને અમેરિકા આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *