આવા જોક્સ ક્યારેય નહિ સાંભળીય હોય- વાંચવા અહીં ક્લિક કરો

જોક્સ: ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય?, કલીક કરી વાંચો અહીં 1.પીન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા.  શિક્ષક : પીન્ટુ ,હું તારા સવાલોથી…

જોક્સ: ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય?, કલીક કરી વાંચો અહીં

1.પીન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા. 

શિક્ષક : પીન્ટુ ,હું તારા સવાલોથી થાકી ગયો છું. મારું માથું ચડી ગયું છે. મારે તારા પપ્પાને મળવું પડશે.

પીન્ટુ : સાહેબ, સવારે નવથી બારમાં અને સાંજે છ થી નવમાં જ આવજો. પછી મારા પપ્પા મળતા નથી.

શિક્ષક : મારે આવવું હશે ત્યારે આવીશ. તું કેમ ઉતાવળો થાય છે?

પીન્ટુ : સાહેબ , તમારું માથું દુ:ખે છે ને મારા પપ્પા માથાના દુ:ખાવાના નિષ્ણાંત છે. ફી પણ એમની બીજા ડોક્ટર કરતા ઓછી છે.

2. સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઈ ન થતાં બેન્કે કાર પાછી લઈ લીધી. 

સુનીલ મનોમન બબડ્યો કે : મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !

3. ટીચર- ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય….?

છોકરો- સમજદાર…

ટીચર- અને ભૂલ વિના માફી માગે એને….?

છોકરો- બોયફ્રેન્ડ….

4. સંતા જ્યોતિષને કુંડલી દેખાડવા માટે ગયો       

જ્યોતિષઃ તારું નામ સંતા છે?

સંતાઃ હા,

જ્યોતિષઃ તારી પત્નીનું નામ ગગી છે?

સંતાઃ હા,

જ્યોતિષઃ તારે એક છોકરો અને એક છોકરી છે.

સંતાઃ હા,

જ્યોતિષઃ તેમનાં નામ પિંકી અને પપ્પુ છે?

સંતાઃ હા,

જ્યોતિષઃ તે હમણાં જ 10 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા છે?

સંતા- તમે તો ખરેખર અંતર્યામી છો, મહારાજ

જ્યોતિષઃ જતો રહે અહીંથી ટાઇમ બગાડે છે મારો…હવે આવે ત્યારે કુંડલી લઇને આવજે…રાશન કાર્ડ નહીં…

5. તોફાની ચીકુએ એક વખત તેની મમ્મીને પૂછ્યું: મમ્મી તારા વાળ સફેદ કેમ થતા જાય છે?     

મમ્મી: તારા એક એક તોફાન થી મારા એક એક વાળ સફેદ થતા જાય છે.

ચીકુ: હવે મને સમજાયું કે દાદીના બધા વાળ સફેદ કેમ છે!!!

6. અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!’

‘એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.’

‘ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.’

‘બાપ નથી – હું એની મા છું !!’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *