Sexomnia: રાતે તમે તો નથી કરતાને આવી હરકત, જાણો સ્લીપ સેક્સના લક્ષણ અને કારણો

0
961

સેક્સોમેનિયા સેક્સ સાથે જોડાયેલો એક માનસિક રોગ છે. આ બીમારીમાં દર્દી એવું જ વર્તે છએ જેમ કોઈ ઉંઘમાં ચાલનાર  કે બોલનાર વર્તતા હોય છે. જેમ ઉંઘમાં ચાલનારા કે બોલનારાઓને ઉઠ્યાં પછી કશું યાદ નથી હોતું એ જ રીતે સેક્સોમેનિયાના દર્દીને પણ ઉંઘમાં સેક્સ કર્યાનું યાદ નથી રહેતું.

સેક્સોમેનિયાના લક્ષણ:

આમ તો સેક્સોમેનિયાના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે કેટલાક દર્દીઓ અંધારામાં કે ઉંઘમાં શરીરને હચમચાવે છે, વિચિત્ર અવાજો કાઢે છે વગેરે. ઘણીવાર માસ્ટરબેશનની સાથે સેક્સ પણ કરવા લાગે છે પણ સવારે એમને કશું યાદ નથી હોતું. ઘણીવાર એમને ઉંઘમાં મેન્ટલ સેટિસ્ફેક્શન ના મળે તો આ લોકો હિંસક પણ બની જાય છે.

સેક્સોમેનિયા બની શકે છે ખતરનાક:

સેક્સોમેનિયાને કદી સામાન્ય ના ગણવો જોઈએ. આ એક ખતરનાક માનસિક રોગનું કારણ બની શકે છે. નેગેટિવિટી અને ગુસ્સાને લીધે ઘણીવાર આવા લોકો હિંસાત્મક વલણ અપનાવી શકે છે. આમને ઊંઘમાં પણ સેટિસ્ફેક્શન જોઈતું હોય છે. ઘણીવાર સેક્સની પૂર્તિ ના થાય તો એ લોકોમાં નફરતનું પ્રમાણ વધી જાય છે.

સેક્સોલૉજિસ્ટ કે સાઈકોલોજિસ્ટને મળો:

આ રોગ સંપૂર્ણપણે માનસિક છે અને ખાસ તો દર્દીને એના રોગની ખબર જ નથી હોતી. આ બીમારીની જાણ એના પાર્ટનર કે સાથે રહેનારાઓને જ થાય છે. આવામાં પાર્ટનરનું કામ છે કે તે સાઈકોલૉજિસ્ટ કે સેક્સોલૉજિસ્ટને મળે અને દર્દીને પણ આ અંગેની જાણ કરે. શરૂઆતમાં જ સારવાર કરીને આ બીમારીને મટાડી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here