1 નવેમ્બરથી સ્માર્ટફોન પર નહિ ચાલે વોટ્સએપ- જલ્દીથી ચેક કરો તમારા ફોનમાં ચાલશે કે નહિ?

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો હશે જેના હાથમાં સ્માર્ટફોન(Smartphone) નહીં હોય અને એવી જ રીતે મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp)નો ઉપયોગ ન કરતા હોય તેવા ઘણા…

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો હશે જેના હાથમાં સ્માર્ટફોન(Smartphone) નહીં હોય અને એવી જ રીતે મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp)નો ઉપયોગ ન કરતા હોય તેવા ઘણા લોકો હશે. જો તમારી પાસે સ્માર્ટફોન છે અને તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો અમારી પાસે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે.

પહેલી નવેમ્બરથી વોટ્સએપ બંધ થઈ જશે:
પહેલી નવેમ્બરથી એન્ડ્રોઈડ(Android) અને iOS ઓપરેટિંગ સિસ્ટમ(iOS operating system) વાળા ઘણા સ્માર્ટફોન પર WhatsApp ડિસેબલ થઈ જશે. તમને લાગશે કે આ એક અફવા છે, પરંતુ તમને જણાવી દઈએ કે વોટ્સએપે પોતે જ પોતાની વેબસાઈટના FAQ પેજ પર આ માહિતી જારી કરી છે, જેના પર 1 નવેમ્બરથી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર WhatsAppનો ઉપયોગ કરી શકાશે નહીં:
વોટ્સએપના FAQ પેજ મુજબ, તે તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ, જેમના ફોન એન્ડ્રોઇડ ઓએસ 4.0.4 અથવા તેના જૂના વર્ઝન પર કામ કરે છે, તેઓ 1 નવેમ્બર, 2021થી તેમના ફોન પર WhatsApp ચલાવી શકાશે નહીં. WhatsApp માત્ર OS 4.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન પર જ ચાલશે. તમને જણાવી દઈએ કે જો તમારો સ્માર્ટફોન OS 4.0.4 અથવા તેના પહેલાના વર્ઝન પર કામ કરે છે, તો તમારી પાસે તમારો ફોન બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

iOS ના આ વર્ઝન પર પણ WhatsApp કામ નહીં કરે:
તમને જણાવી દઈએ કે, એન્ડ્રોઈડની સાથે iOS ના પણ કેટલાક વર્ઝન છે, જેના પર જો તમારો ફોન ચાલે છે, તો તમારા ફોન પર WhatsApp ચાલવાનું બંધ થઈ જશે. વોટ્સએપના FAQ પેજ પર એન્ડ્રોઇડની સાથે iOS વપરાશકર્તાઓ માટે પણ માહિતી જારી કરવામાં આવી છે. પેજ મુજબ, કોઈપણ iPhone પર, જે iOS 9 અથવા તેનાથી જૂના વર્ઝન પર કામ કરી રહ્યું છે, તો WhatsApp ફોન પર કામ કરશે નહીં.

તમને જણાવી દઈએ કે તમે તમારા ફોનના સેટિંગમાં જઈને તમારા સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમનું કયું વર્ઝન કામ કરી રહ્યું છે તે ચેક કરી શકો છો. તમારી સુવિધા માટે, WhatsApp ટૂંક સમયમાં એક સૂચિ પણ બહાર પાડવા જઈ રહ્યું છે જેમાં તે બધા ઉપકરણોના નામ શામેલ હશે જેના પર WhatsApp કામ કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *