1 ફેબ્રુઆરીથી આ સ્માર્ટફોનમાં નહીં સપોર્ટ કરે Whatsapp

1 ફેબ્રુઆરી 2020 થી whatsapp નો સપોર્ટ કેટલાક સ્માર્ટફોનમાં મળવાનો બંધ થઈ જશે.તેનું કારણ એ છે કે કંપની સતત અપડેટ દ્વારા નવા નવા ફિચર્સ આપી…

1 ફેબ્રુઆરી 2020 થી whatsapp નો સપોર્ટ કેટલાક સ્માર્ટફોનમાં મળવાનો બંધ થઈ જશે.તેનું કારણ એ છે કે કંપની સતત અપડેટ દ્વારા નવા નવા ફિચર્સ આપી રહે છે જે આ ફોન સપોર્ટ કરવા માટે લાયક નથી.

જો તમારી પાસે પણ આવા સ્માર્ટફોન છે અને તમે whatsapp નો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માંગો છો તો તમારે ફોન બદલવો પડશે.

Whatsapp નો ઉપયોગ ચાલુ રાખવા માટે હાલમાં તમારી પાસે એન્ડ્રોઇડ 4.0.3 થી ઉપરનું વર્ઝન હોવું જોઈએ. જો તમે આઇફોન યુઝ કરી રહ્યા છો તો તમારી પાસે iOS 9 થી ઉપરનું વર્ઝન હોવું જોઈએ.

KaiOS ની વાત કરીએ તો જો તમારા ફોનમાં KaiOS 2.5.1 થી ઉપર નું વર્ઝન નહી હોય તો whatsapp નહીં ચલાવી શકો.

1 ફેબ્રુઆરી 2020થી Android 2.3.7 થી કે તેનાથી જુના વર્ઝનમાં ચાલી રહેલા સ્માર્ટફોન ઉપર whatsapp સપોર્ટ નહી કરે. iOS 8 કે તેનાથી નીચલા વર્ઝનમાં પણ whatsapp નો સપોર્ટ નહીં મળે.

વિન્ડોઝ ના સ્માર્ટફોન માટે કંપનીએ પહેલાથી whatsapp નો સપોર્ટ બંધ કરી દીધો છે. તેના પહેલા Symbian S60, Nokia Series 40 અને Blackberry OS સાથે પણ કંપનીએ સપોર્ટ બંધ કરી દીધો છે.

whatsapp એ પોતાના એક સ્ટેટમેન્ટ માં કહ્યું છે કે આ નિર્ણય કરવો ખૂબ મુશ્કેલી ભર્યો હતો, પરંતુ લોકોને સારો અનુભવ આપવા માટે આવું કરવામાં આવ્યું છે.કંપનીએ આ જુના પ્લેટફોર્મ વાળા સ્માર્ટફોન ઉપયોગ કર્તાઓને અપગ્રેડ કરવાની પણ સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *