અહેમદભાઈ પટેલની પુણ્યતિથિ પર દિવ્યાંગ જનોને ટ્રાઇસીકલ અને વ્હિલ ચેર અર્પણ કરીને અપાઈ શ્રદ્ધાંજલિ

Published on: 4:19 pm, Thu, 25 November 21

ગુજરાત(Gujarat): અંકલેશ્વર(Ankleshwar)ના પીરામણ(Piramana) ખાતે સ્વર્ગીય શ્રી અહમદભાઈ પટેલ(Ahmedbhai Patel)ની પ્રથમ પુણ્યતિથિ(First Punyatithi) પર આયોજિત નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ(Free Divyang Camp)માં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત(Ashok Gehlot), સ્વ. અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ(Mumtaz Patel), રાજસ્થાનના કેબિનેટ મંત્રી રઘુ શર્મા(Raghu Sharma), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda), વિપક્ષ નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) એ હાજરી આપી હતી.

આ પ્રસંગે દિવ્યાંગ કેમ્પ આયોજિત કરીને 25 26 અને 27 નવેમ્બર દરમ્યાન એચ.એમ. પી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ જનોને ટ્રાઇસીકલ અને વ્હિલ ચેર વિનામૂલ્યે આપીને નેક કાર્ય કરવામાં આવેલ છે.

wheelchairs offered to crippled people on ahmedbhai patels death tribute2 - Trishul News Gujarati Breaking News Ahmedbhai Patel, ashok gehlot, Free Divyang Camp, gujarat

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય બાદ સોનિયા ગાંધી દ્વારા મોકલવામાં આવશે શ્રદ્ધાંજલિ સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું અને આ સંદેશનું પાઠ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ સંદેશમાં અહેમદ પટેલ અને તેમના ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા કાર્યની સરાહના કરવામાં આવી હતી.

wheelchairs offered to crippled people on ahmedbhai patels death tribute1 - Trishul News Gujarati Breaking News Ahmedbhai Patel, ashok gehlot, Free Divyang Camp, gujarat

કોંગ્રેસના અગ્રણી, રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના વતને આવી પહોંચ્યા હતા. પિરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ વાર્ષિક પુણ્યતિથિએ હાજર રહ્યા હતા.

અહેમદભાઈ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. વાર્ષિક પુણ્યતિથિએ મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા હતા. સર્વધર્મના ધર્મગુરુઓએ પ્રાર્થના કરી અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.