પ્રમુખસ્વામીની આ એક વાતથી પ્રેરાઈને ન્યૂયોર્કમાં રહેતા યુવક સંસારનો ત્યાગ કરી બની ગયા BAPSના સાધુ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. ત્યારે દીક્ષા દિન નિમિતે 58 યુવાનોએ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj)ની હાજરીમાં પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી.

મહત્વનું છે કે, પ્રમુખસ્વામી નગરમાં પાર્ષદ દીક્ષા ગ્રહણ કરનારા 58 યુવાનોને ભગવતી દીક્ષા (સંત દિક્ષા) આપવામાં આવી હતી. જેમાં એકના એક દિકરા હોય એવા 17 યુવાનો, પિતા ન હોય એવા 7 યુવાનો, એન્જિનિયર 30 યુવાનો, ગ્રેજયુએટ 52 યુવાનો અને પાંચ અમેરિકાના સિટીઝન્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મહંતસ્વામીએ જણાવતા કહ્યું હતું કે, 56 યુવાઓના માતા-પિતાએ તેમના હાથ નહીં પરંતુ હૃદય કાપીને આપી દીધું છે અને આપણી સેનામાં જોડાય ગયા છે.

એન્જિનિયર થયેલા 30 વર્ષીય સાધુ વશિષ્ટભગતની માતાએ જણાવતા કહ્યું કે, 2010માં મારા દિકરાએ મને કહ્યું હતું કે મારે સાધુ બનવું છે. આ વિચાર અંગે મેં પૂછ્યુ ત્યારે તેણે મને જણાવતા કહ્યું હતું કે, ‘ગુણે રાજી ગીરધારી’ પુસ્તક વાંચીને મને પ્રેરણા મળી હતી. મારા પતિ નથી એટલે દીક્ષા લેતા પહેલા મારા દિકરાએ મને જણાવ્યું હતું કે, જો તને કોઈ પૂછે કે તમે કેમ દીકરાને મોકલી દીધો? હું ખુબ જ નસીબવાળી છું કે મને ભગવાને આવો દિકરો આપ્યો અને એ સાધુ થઈ ગયો.

અમેરિકાનું બ્લેક કાર્ડ ધરાવતા 28 વર્ષના આર્કિટેક જીતેન્દ્રિયસ્વામીએ દિક્ષા લીધા પછી કહ્યું કે, 10 વર્ષનો હતો ત્યારે ન્યૂયોર્કમાં બાપાએ મને કહ્યું હતું, અમારી સાથે આવી જા, આજે 18 વર્ષ બાદ સાધુવેશ ધારણ કર્યો છે અને મહંત સ્વામીની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી છે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, મેં જેટલું છોડ્યું છે તેના કરતાં વધુ મળ્યું છે. આલિશાન ઘર છોડ્યું તેની સામે મંદિરો મળ્યા અને અમુક મિત્રો છોડયા તેની સામે સત્સંગીઓ મળ્યા છે. 2004માં જ્યારે બાપા ન્યૂયોર્ક આવ્યા ત્યારે હું 10 વર્ષનો હતો. મે ડ્રામામાં સાધુવેશ ધારણ કર્યો હતો અને મને જોઈને બાપાએ કહ્યું હતું કે, અમારી સાથે આવી જા.

સ્વામી બાપા, મહંત સ્વામીનું અને ડૉક્ટર સ્વામીનું જીવન જોઈને સાધુ થવાની પ્રેરણા મળી હોવાનું કહેતા 24 વર્ષના યુગાતિત સ્વામીએ જણાવતા કહ્યું કે, હું બીએસસી ફિઝિક્સ ભણ્યો છું. તેમણે કહ્યું કે, વૈદિક અને આધ્યાત્મિક એમ બંને જ્ઞાન હોય તો જ સેવા થઈ શકે. એકનો એક પુત્ર હોવા છતાં દીક્ષા લેતા સ્વામીએ જણાવતા કહ્યું કે, ભગવાન જે કરે એ આપણા સારા માટે જ કરે છે. એટલે ત્યરબાદની ચિંતા કરવાની રહેતી નથી. હિંદુ ધર્મ અને સમાજની સેવા થાય તેવો મારો મુખ્ય ઉદ્દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *