શિલ્પા શેટ્ટીને ઇમ્પ્રેસ કરવાનાં ચક્કરમાં રાજ કુન્દ્રાએ એવું કર્યું હતું કે, જેને જાણીને તમે ચોંકી ઉઠશો

Published on: 12:36 pm, Thu, 29 July 21

ફિલ્મજગતમાં ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા અશ્લીલ વિડીયો બનાવતા હોવાનું સામે આવતા ખુબ જ હોબાળો મચી જવા પામ્યો છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બન્ને વર્ષ 2009માં લગ્નગ્રંથીમાં જોડાયા હતા તેમજ હાલમાં તેઓ 2 સંતાનોના પેરેન્ટ્સ છે.

રાજ કુંદ્રાનું નામ પોર્ન કેસમાં ફસાયેલું છે તથા તે જેલમાં બંધ છે. વર્ષ 2018માં રાજ કુંદ્રાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં રાજે શિલ્પા સાથેની મુલાકાતથી લઈને લગ્ન સુધીની તમામ વાત જણાવી હતી. રાજ શિલ્પાને ઇમ્પ્રેસ કરવા માટે મોંઘીદાટ બેગ ભેટમાં આપતો હતો. આની સાથે જ શિલ્પા માટે ફક્ત 10 મિનિટમાં જ અમિતાભના ઘરની સામે ફ્લેટ ખરીદી લીધો હતો.

રાજ-શિલ્પાની સૌપ્રથમ મુલાકાત:
રાજ કુન્દ્રા જણાવે છે કે, ઇંગ્લેન્ડમાં ‘બિગ બ્રધર’ શો જીત્યા પછી તે સૌપ્રથમ વખત શિલ્પાનાં મેનેજરની મદદથી અભિનેત્રીને મળ્યો હતો. તે તેની પાસે પર્ફ્યૂમ બનાવવાનો આઇડિયા લઈને ગયો હતો. રાજ જ્યારે સૌપ્રથમ વખત શિલ્પાને મળ્યો ત્યારે એક્ટ્રેસની માતા સુનંદા પણ સાથે હતી. રાજ તરત જ સુનંદાને પગે લાગ્યો હતો. આવુ જોઈને શિલ્પા ખુબ ખુશ થઈ ગઈ હતી.

when raj bought a flat in front of amitabh bachchans bungalow to impress shilpa shetty in a matter of minutes - Trishul News Gujarati Breaking News

રાજ સાથે લગ્ન કરવા તૈયાર ન હતી:
આની સાથે જ રાજે જણાવ્યું હતું કે, શિલ્પા એની સાથે કોઈપણ સંબંધમાં આવવા માટે તૈયાર ન હતી. જેથી તે શિલ્પાની પાછળ હાથ ધોઈને પડી ગયો હતો. તેને ખ્યાલ આવ્યો કે, શિલ્પા તેને પસંદ કરતી હતી. શિલ્પાને મનાવવા માટે તેણે ઇટાલિયન ફેશન બ્રાન્ડ વર્સાચેની 3 બેગ પણ આપી હતી.

આની સાથે જ એક જેવી ડિઝાઈન તેમજ 3 અલગ અલગ રંગની આ બેગ હતી. અહીં નોંધનીય છે કે, આ બ્રાન્ડ્સની બેગ્સની કિંમત 3 લાખ રૂપિયા જેટલી હોય છે. બેગને જોયા પછી શિલ્પાને ખુબ જ નવાઈ લાગી હતી. જેથી તેણે આ  ગિફ્ટ્સ આપવાની ના પાડી દીધી હતી.

શિલ્પા ભારત છોડવા માટે તૈયાર નહોતી:
રાજના મત મુજબ શિલ્પા ખુબ જ સ્પષ્ટ હતી. જેથી તેણે કહ્યું હતું કે, તે ક્યારેય ભારત છોડીને લંડન સેટલ થઈ શકશે નહીં. શિલ્પાને એવું લાગતું હતું કે, તે ક્યારેય પણ લંડન છોડીને ભારત આવી શકશે નહીં. શિલ્પાની આ વાત સાંભળીને રાજના મનમાં મુંબઈમાં ઘર લેવાનો વિચાર આવ્યો હતો.

when raj bought a flat in front of amitabh bachchans bungalow to impress shilpa shetty in a matter of minutes1 - Trishul News Gujarati Breaking News

ઘર ખરીદ્યું હતું:
રાજ જણાવે છે કે, બીજા જ દિવસે તેણે પ્રોડ્યૂસર વાસુ ભગનાનીને કરીને જણાવ્યું હતું કે, તે મુંબઈમાં ઘર ખરીદવા માંગે છે. વાસુએ પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, જો તેને રસ હોય તો જુહૂમાં એક પ્રોપર્ટી છે. રાજે ઘર જોયા વિના જ ખરીદી લીધું હતું. 10 મિનિટ બાદ શિલ્પાને ફોન કરીને કહ્યું હતું, ‘તમે કહેતા હતા ને કે તમે મુંબઈમાં જ રહેશો. મિસ્ટર બચ્ચનનું ઘર તો તમને ખબર જ હશે. તેમના જલસા ઘરની એકદમ સામે જ ઘર ખરીદ્યું છે. હવે બોલો.’

સાતમા માળ પર ખરીદ્યું ઘર:
રાજ આગળ જણાવતા કહે છે કે, જે બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું હતું તે હજુ કન્સ્ટ્રક્શન હેઠળ હતી. ફક્ત 2 જ માળ બન્યા હતા તેમજ તેણે તો 7મા ફ્લોર પર ઘર ખરીદ્યું હતું. રાજે શિલ્પાને એમ પણ જણાવ્યું હતું કે, તે લંડનમાં રહીને કામ કરે કે ભારતમાં, તેના માટે આ વાત કોઈ અગત્યની નથી. રાજની આ વાત પર શિલ્પા ફિદા થઈ ગઈ હતી તેમજ બંને એ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.