ફોન પર વાત કરતી વખતે PM મોદીએ સોમાભાઈને એવું તો શું કહ્યું કે, મોટાભાઈ રડવા લાગ્યા…

આજે દેશના PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. કોરોના મહામારીને કારણે લોકોને એકઠાં થવાં પર પ્રતિબંધ હોવાથી આજે ઘરે બેઠા લોકો PM મોદીને જન્મદિનની શુભકામના પાઠવી…

આજે દેશના PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. કોરોના મહામારીને કારણે લોકોને એકઠાં થવાં પર પ્રતિબંધ હોવાથી આજે ઘરે બેઠા લોકો PM મોદીને જન્મદિનની શુભકામના પાઠવી રહ્યાં છે. એમનાં જન્મદિન પર હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. સૌને જાણ તો હતી જ કે, PM નરેન્દ્ર મોદીનાં મોટાભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યાં છે.

એક ખાનગી ન્યુઝ એજન્સી એમની મુલાકાત લેવા માટે ગયાં ત્યારે એમણે જોયું કે, PM મોદીનાં મોટાભાઈ હોવા છતાં પણ સોમાભાઈ એક નાની એવી રૂમમાં એક સાદા પલંગ પર બેઠા હતા તેમજ બાજુમાં ફક્ત 4 ખુરશી હતી. એમની સાદગી ઊડીને આંખે વળગે એવી હતી તેમજ સમજાયું કે, જરૂરિયાતોને ઓછી રાખીને પણ માનવ કેટલો આનંદથી રહી શકે છે.

સોમાભાઈને પરિચય આપ્યો એટલે એમણે વડીલ જેવાં પ્રેમભાવથી અમને આવકાર્યા તેમજ અમારા માટે ચા પણ મંગાવી. એમની સાથેની વાતચીતમાં સ્વાભાવિક PM નરેન્દ્ર મોદીનાં સંસ્મરણો કેન્દ્ર સ્થાને રહ્યા તેમજ તેમણે અમને જણાવતાં કહ્યું કે, PM નરેન્દ્ર મોદીને એમના વતન તેમજ જન્મભૂમિ પ્રત્યે કેટલો અનહદ પ્રેમ રહેલો છે.

ભૂકંપ પછી નરેન્દ્રભાઈની સાથે વાત થઈ તો એમણે સીધું ‘તોરણ’નું પૂછ્યું :
26 જાન્યુઆરી વર્ષ 2001 નાં રોજ ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. કેટલાય ગામો વિનાશ પામી ગયાં હતાં. એ સમયે મારો પરિવાર વિવિધ જગ્યાએ હતો. હું વડનગરમાં રહેતો હતો જેથી પરિવારની ચિંતા થતાં મેં મારા દીકરાઓ તથા પુત્રવધૂઓની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ ન શકતાં છેવટે મેં નરેન્દ્રભાઈને ફોન કર્યો.

મેં તેમને જણાવતાં કહ્યું કે, અત્યારે ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો છે તેમજ પરિવારમાંથી કોઈનો સંપર્ક થઈ શકતો નથી. આટલું બોલતાં તો નરેન્દ્રભાઈ બોલી ઉઠ્યા કે, વડનગરનું તોરણ તો સુરક્ષિત છે ને? આ તોરણ એટલે કે વડનગરનું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ. એમનો કહેવાનો અર્થ એ હતો કે, મારા વતન વડનગરનાં કીર્તિ તોરણને તો ભૂકંપમાં કોઇ અસર થઇ નથી ને? આવો છે PM નરેન્દ્રભાઈનો વતન પ્રેમ કે જેમાં ભાઈના પરિવારજનો કરતાં વતનની ધરોહર એવા કીર્તિ તોરણની ચિંતા કરી રહ્યાં હતા.

વડનગર પ્રત્યે PM નરેન્દ્ર મોદીના પ્રેમની વાત કરતાં મોટાભાઈ રડી પડ્યા :
PM નરેન્દ્ર મોદીનો હાલમાં પણ એમની જન્મભૂમિ વડનગર પ્રત્યેનો પ્રેમ અકબંધ રહેલો છે, એમ જણાવતાં વડનગરનાં વિકાસ માટે PM નરેન્દ્ર મોદીએ કરેલ કાર્યોની વાત કરતાં એમના મોટાભાઈ સોમાભાઈની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતાં.

એમણે જણાવતાં કહ્યું હતું કે, PM નરેન્દ્રભાઈએ વડનગરનાં વિકાસનો સંકલ્પ સાકાર કર્યો છે. શિક્ષણ તેમજ આરોગ્યક્ષેત્રે પણ વડનગર અગ્રિમ હરોળમાં આવી ગયું છે. વડનગરનાં રોડ પહેલા ધૂળિયા હતા. જે હાલમાં પાકી સડકમાં બદલાઈ ગયા છે. અહીં વાર્ષિક મહોત્સવો રોજગારનું મોટું સ્ત્રોત બન્યું છે.

PM નરેન્દ્રભાઈએ કરેલ વિકાસને કારણે વડનગરના લોકો સમૃદ્ધ થયા :
સામાન્ય રીતે PM નરેન્દ્ર મોદીનાં પરિવારજનો મીડિયાથી દૂર જ રહે છે. એમના મોટાભાઈ સોમાભાઈ પણ આમાં બાકાત રહ્યાં નથી. વડનગર પ્રત્યેની PM નરેન્દ્ર મોદીનાં વતનપ્રેમ તેમજ એના વિકાસ અંગેની કાળજી અંગેની વાત કરતા સોમાભાઈએ જણાવતાં કહ્યું કે, વડનગરનાં વિકાસને લીધે વડનગરવાસીઓને આર્થિક સ્થિતિ પણ ખુબ જ મજબૂત બની ગઈ છે. શિક્ષણ તથા આરોગ્યક્ષેત્રે પણ વડનગર અગ્રિમ હરોળમાં આવી ગયું છે. અગાઉ વડનગરનાં સામાન્ય લોકોની આવક મહિને માત્ર 8,000 હજાર હતી. જે હવે રોજગારની તકો વધતાં હાલમાં કુલ 20,000 સુધી પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *