જયારે પરિવારે જોયો દીકરી પર થયેલા દુષ્કર્મનો વિડીયો ત્યારે દીકરીએ જે કહ્યું, એ સાંભળી માનવતા પણ થઇ જશે શર્મસાર

Published on: 6:46 pm, Wed, 14 April 21

ભયંકર કોરોના મહામારી વચ્ચે પણ દુષ્કર્મના કેસોમાં ઘટાડો થયો નથી. દેશની કેટલીય દીકરીઓની જિંદગી નરાધમોએ બરબાદ કરી નાખી છે અને એ નરાધમો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. હવે તો નરાધમોની આદત પાડી ગઈ છે કે, દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી સગીરાને બદનામ કરી નાખવાના નામે લાખો રૂપિયા પડાવવા અને પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નહિ કરે આવું સમજી દિવસે ને દિવસે નરાધમો એકપછી એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. હાલ પણ એક નાવમાં ધોરણની દીકરીને હવસનો શિકાર બનાવી નરાધમે વિડીયો ઉતારી ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વિડીયો પીડિત બાળકીના પરિવાર જનનો હાથે પણ ચડી ગયો હતો. આ વિડીયો જોતા જ પરિવાર જનોની આંખે અંધારા આવી ગયા હતા.

નાવમાં ધોરણમાં ભણતી આ દીકરી પર ગેંગરેપ થયો હોવાની વાત સામે આવી છે. નાવમાં ધોરણમાં ભણતી માસુમ દીકરીનો શું વાંક હશે કે, ઉપરવાળાએ આ દીકરીનો ભેટો કળયુગી દુનિયા સાથે કરાવી દીધો. જયારે આ બનાવ લોકોની સામે આવ્યો ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી અને લોકોને આશ્ચર્ય તો ત્યારે થયું કે, આ દીકરી પર દુષ્કર્મ આચરનાર કોઈ બીજું નહિ પરંતુ આ જ વિસ્તારના નાના છોકરા હતા. નાના છોકરાએ આ દીકરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને વિડીયો પણ ઉતારી લીધો હતો અને વિડીયો ઉતારી આ વિડીયો સોસીયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, જયારે આ યુવતી બજારથી ઘરે આવી રહી હતી ત્યારે કેનાલ પાસે ત્રણ છોકરાએ તેના પર તૂટી પડ્યા હતા અને દીકરીને નજીકના ઘઉંના ખેતરમાં લઇ ગયા હતા અને ત્રણેય છોકરાએ ડાઘીયા કુતરાની જેમાં દીકરી પર તૂટી પડ્યા હતા. આ સમયે પરિસ્થિતિ એવી થઇ ગઈ હતી કે, દીકરી કઈ પણ કરી શકે તેમ નહોતી. દુષ્કર્મનો આ વિડીયો બનાવી નરાધમોએ સોસીયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો.

આ ઘટના બાદ દીકરી પર દબાણ કરી છોકરાઓએ કહ્યું હતું કે, જો આ વિષે કોઈને કીધું છે તો અમે તને જાનથી મારી નાખશું. આવુ સાંભળી યુવતી ખૂબ ડરી ગઈ હતી. જેના કારણે કેટલાય દિવસો સુધી આ દર્દ પોતાના પેટમાં લઈને જીવી રહેલી આ દીકરી કોઈને કહેવા હિંમત પણ નહોતી કરી શકતી. પરંતુ આ સમગ્ર ઘટનાનો વાયરલ થયેલો વિડીયો દીકરીના પરિવારજનોના હાથે ચડી ગયો હતો અને વિડીયો જોતા જ પરિવારના લોકોની આંખે અંધારા આવી ગયા હતા.

ત્યારબાદ તરત જ પરિવારના દરેક સભ્યો પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ન્યાયની ભીખ માંગી રહ્યા હતા અને પોલીસે આ ત્રણેય નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, દીકરી પર દુષ્કર્મ આચરનાર ત્રણ છોકરાઓ બાજુના વિસ્તારના રહેવાસી છે. જેમાં જાણવા મળ્યું છે કે, ત્રણ માંથી એકનો દીકરો પોસ્ટ હોમગાર્ડનો દીકરો છે. પોલીસે આ ત્રણ નરાધમો માંથી એકની ધરપકડ કરી છે અને બીજા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસનું જણાવવું છે કે, ફરાર થયેલા બંને નરાધમોને પકડી પાડવામાં આવશે અને કડકમાં કડક સજા અપાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.