પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ: બહેનને પ્રેમી સાથે વાત કરતા જોઈ ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો 

Published on: 5:23 pm, Fri, 13 May 22

અવાર-નવાર હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. હત્યા કરવી એ જાણે લોકો માટે આમ વાત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. દરરોજ ન જાણે કેટલીય હત્યાની ઘટનાઓ બનતી હોય છે. તેમાં પણ ખાસ કારીને પ્રેમમાં આજે લોકો માટે જીવ લેવો સાવ સરળ વાત બની ગઈ છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી હાલ સામે આવી છે. અહીં, પોતાની બહેનને પ્રેમી સાથે વાત કરતા જોઈ બહેનના ભાઈએ તેના પ્રેમીની ખોફનાક રીતે હત્યા કરી નાખી હતી.

વાસ્તવમાં, પ્રેમ પ્રકરણના મુદ્દે રાજકોટના જંગલેશ્વર એક્સટેન્શનમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે, જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલાને લઈને પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે બહેનને પ્રેમી સાથે વાત કરતી જોઈને ભાઈએ તેના મિત્ર સાથે મળીને યુવકને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી.

આ પછી સારવાર અર્થે યુવકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પ્રેમીએ સીડી પરથી પડી ગયાનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ યુવતીને તેના પ્રેમીની મારપીટની જાણ થતાં તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.