લગ્નના દોઢ વર્ષમાં જ રીબાઇ રીબાઇને મોતને ભેટ્યા પતિ પત્ની, પાડોશી ઘરનો દરવાજો ખોલ્યો તો…

Published on Trishul News at 11:57 AM, Sat, 26 November 2022

Last modified on November 26th, 2022 at 11:57 AM

સુરત (Surat)માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક ઘરમાંથી એક સાથે બે-બે લોકોની લાશ મળી આવી હતી. પાડોશી દ્વારા રૂમનો દરવાજો ખખડાવ્યા બાદ પણ ખોલવામાં ન આવતા તેમણે અંદર જઈને તપાસ કરી હતી. આ દરમિયાન પાડોશીએ જોયું તો યુવાનનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તેની પત્ની જમીન પર પડેલી જોવા મળી હતી. જેને જોઈ પાડોશીઓ ચોકી ઉઠ્યા હતા.

સ્થાનિક પોલીસને માહિતી મળી આવી હતી કે, સુરતના છેવાડે આવેલા ઉદ્યોગિક હજીરા વિસ્તારમાં સુવાલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણીની ટાંકી નજીક એક મકાનમાં દંપતી મૃત હાલતમાં છે. જેને પગલે પોલીસ તાત્કાલીક પણે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મકાનમાં રહેતા મૂળ છતીસગઢના વતની અનિલ સાહુ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. ત્યારે તેનો અને તેની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેમના ઘરમાં મળી આવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નોકરીનો સમય હોવાને કારણે તેનો પડોશી તેને બોલાવી રહ્યો હતો, પરંતુ અનિલ સાહુએ ઘરનો દરવાજો ન ખોલતા પડોશીએ દરવાજો ખોલી દીધો હતો. આ દરમિયાન અનિલ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જયારે તેની પત્ની ભારતી મૃતદેહ જમીન ઉપર જ પડેલો હતો. જેના પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે, પહેલા અનિલે પત્નીને મારી અને ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો હશે.

આ અંગે મૃતકના ભાઈ સુનીલ સાહુએ જણાવ્યું હતું કે, છત્તીસગઢથી તેના ભાઈ અને ભાભી રોજીરોટી માટે અહીં સુરત સુવાલી ખાતે આવ્યા હતા. સેલ કંપનીમાં હેલ્પર તરીકે કામે જોડાયા હતા. હજી તો તેમના લગ્નને એક વર્ષ જેટલો પણ સમય નથી થયો છતાં પણ તેના ભાઈએ કયા કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે તે અંગે અમે પરિવારના લોકો પણ સમજી શકતા નથી. હાલ આ અંગે પોલીસ દ્વારા તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવાયા બાદ આસપાસના અને તેમના પરિવારના લોકોના નિવેદનો લેવાના શરૂ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "લગ્નના દોઢ વર્ષમાં જ રીબાઇ રીબાઇને મોતને ભેટ્યા પતિ પત્ની, પાડોશી ઘરનો દરવાજો ખોલ્યો તો…"

Leave a comment

Your email address will not be published.


*