ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

જાણો કોના ખાતામાં જાય છે ટ્રાફિક દંડના રૂપિયા?

1 સપ્ટેમ્બરે દેશભરમાં નવા ટ્રાફિક નિયમો અમલમાં આવ્યા છે. ગુજરાતમાં તો આ કાયદા લાગુ નથી પડ્યા પરંતુ જ્યાં લાગુ પડ્યા છે તે દરેક રાજ્યોની જનતા નવા ટ્રાફિક નિયમોથી પરેશાન છે. લોકોને પોતાના વાહનોની કિંમત કરતા પણ વધુ દંડ ભરવો પડે છે. હાલમાં જ દિલ્હીમાં એક ટ્રકે 2 લાખ રૂપિયાનો દંડ ભર્યો. આખરે જનતાને એક સવાલ  જોઈએ કે આટલો બધો દંડ કોના ખાતામાં જતો હશે? રાજ્યસરકાર કે કેન્દ્ર સરકાર તેની હકદાર હશે?

તો ચાલો જાણીયે કે આ દંડની રકમના હકદાર કોણ છે?

કોઇ રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. ઉદાહરણ માટે જો તમારી કારને મેમો અમદાવાદમાં ફટકારવામાં આવ્યો છે તો તેમાંથી મળનારી રકમ ગુજરાત સરકારના પરિવહન મંત્રાલયના ખાતામાં જશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફટકારવામાં આવેલા દંડની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે.

જોકે,માત્ર દિલ્હીના મામલે દંડની રકમને લઇને નિયમમાં સામાન્ય બદલાવ થાય છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકારના આધિન આવે છે જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દિલ્હી સરકાર માટે જવાબદાર હોય છે. ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બન્નેને દિલ્હીમાં દંડ ફટકારવાનો અધિકાર છે.

દંડ નેશનલ હાઇવે પર ફાટે તો ? 

આવી સ્થિતિમાં દંડની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વેચાઇ જાય છે. બીજી તરફ સ્ટેટ હાઇવે પર દંડ ફટકારવામાં આવે તો તેની રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. બીજી તરફ દિલ્હીમાં એમ જોવામાં આવે છે કે દંડ ફટકારનાર ટ્રાફિક પોલીસ છે અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. દિલ્હીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઇને રાજ્ય સરકારને સુજાવ આપનારી વર્લ્ડ રિસોર્સ ઇંસ્ટિટ્યૂટના ડિરેક્ટર માધવ પાઇએ જણાવ્યુ કે કેટલીક વખત ચલણ રકમ સેફ્ટી ફંડ બનાવીને કલેક્ટ કરવામાં આવે છે.

રાજ્ય ઇચ્છે તો ટ્રાફિક નિયમ અથવા દંડની રકમમાં રાહત આપી શકે અથવા ફેરફાર કરી શકે છે. ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ લોકોને રાહત આપી છે. બીજી તરફ રાજ્યો પાસે આ નવા નિયમને નકારવાનો પણ અધિકાર છે. આ કારણે પશ્ચિમ બંગાળ,મહારાષ્ટ્ર સહિત કેટલાક મોટા રાજ્યોમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ નથી.