જ્યાં કપાયેલી પતંગ પડશે ત્યાં ઉગી નીકળશે છોડ! જાણો રાજકોટની મહિલાના આ નવતર પ્રયોગ વિશે

ગુજરાત(Gujarat): ઉતરાયણ(Uttarayan) પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ(Rajkot)ની એક મહિલા દ્વારા ઉતરાયણ તહેવારની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી(save environment)નો એક અનોખો પ્રયોગ…

ગુજરાત(Gujarat): ઉતરાયણ(Uttarayan) પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ(Rajkot)ની એક મહિલા દ્વારા ઉતરાયણ તહેવારની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી(save environment)નો એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પતંગની સાથે હવે બીજ પણ આકાશમાં ઉડશે અને પતંગ કપાશે તો તે આ જ બીજ જમીન પર ફૂટશે અને છોડ બનશે.

નવતર પ્રયોગથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરવામાં આવશે:
ઉત્તરાયણ તહેવારને લઈને હવે થોડા કલાકો જ બાકી છે, ત્યારે રાજકોટની મહિલાએ ઉતરાયણ તહેવારની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયોગ પર્યાવરણની જાળવણી અંગેનો છે. તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં ધરખમ વધારો કરશે. હિનલ રામાનુજ દ્વારા એક એવી પતંગ તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા વૃક્ષના બીજ પણ મુકવામાં આવ્યા છે.

પતંગમાં હળવા વજનના બીજ મૂકાશે
હિનલ રામાનુજ દ્વારા પતંગ સરખી રીતે આકાશમાં ઉડી શકે તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના દ્વારા પતંગની વચ્ચે એક કાગળનું પોકેટ લગાવવામાં આવ્યું છે, જેમાં જુદા-જુદા વૃક્ષોના ઓછા વજન ધરાવતાં બીજ મુકવામાં આવ્યા છે. જેથી આ પતંગ પણ સરળતાથી આકાશમાં ઉડી શકે. જ્યારે પણ આ પતંગ કપાઈને જ્યારે જમીન પર પડે ત્યારે આ બીજ આપમેળે જમીનમાં ઉગી નીકળે છે અને એક વૃક્ષમાં વધારો થાય છે. આ પતંગમાં વૃક્ષારોપણના સ્લોગન પણ લખવામાં આવ્યા છે અને સાથે જ સિમ્બોલીક ટ્રી દોરવામાં આવ્યા છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈને હાથમાં આવે તો આ બીજ મૂકવામાં આવ્યો છે તે અંગેનો મેસેજ તેમના સુધી પહોંચે અને વૃક્ષો જમીનમાં વાવવામાં આવે તે પ્રકારનો એક નાનો અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પતંગથી સમાજમાં ફેલાશે પર્યાવરણનો સંદેશ:
હીનલ રામાનુજ આ પ્રોજેક્ટ વિશે જણાવતા કહ્યું છે કે, આ બીજ એવા પ્રકારના બીજ છે કે જેને ઓછું પાણી મળે અને માવજત ન થાય તો પણ જમીનમાં સરળતાથી ઉગી નીકળે. આ પતંગમાં વડ, પીપળો, માંજર વગેરે વૃક્ષના બીજનો ઉપયોગ પતંગ સાથે કરવામાં આવ્યો છે. અંદાજે 100થી 150 પતંગ એવી બનાવવામાં આવી છે અને પરિવારના દરેક સભ્યને વહેંચી દેવામાં આવી છે. હિનલ રામાનુજ દ્વારા આ સાથે એક સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે કે, જો પતંગ બનાવનાર અને વેચનાર જો બંને આ પદ્ધતિ અપનાવે તો પર્યાવરણમાં થતું નુકસાનને ટાળી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *