સુરતમાં CM રુપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયો આ નિર્ણય, લોકડાઉન થશે કે નહીં?- જાણો જલ્દી…

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન…

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન કોરોના કાળ બનીને વકરી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરાયેલ આંકડા મુજબ રાજ્યમાં ફક્ત 24 કલાકમાં કોરોનાના 3,160 કેસ નોંધાઈ ચૂકયા છે.

સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને નાથવા માટે CM વિજય રૂપાણી સુરત ની મુલાકાતે આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. આજરોજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા છે.  અધિકારીઓ સાથે કોરોના સંક્રમણ ને નિયંત્રણ કરવા માટે અગત્યની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત હાઇકોર્ટના નિર્દેશ બાદ લોકડાઉન અંગે પણ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

આજે સવારના રોજ 11 વાગ્યાના અરસામાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જેને પગલે કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી. જ્યારે બપોર બાદ 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને પગલે cm રૂપાણી સુરત આવી પહોચ્યા છે.

બેઠક પછી આયોજન થયેલ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હજુ પણ કોરોનાના કેસ વધવાની આંશકા રહેલી છે. કોરોનાથી ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની જરૂર રહેલી છે. રાજ્યના 4 મહાનગરોમાં કોરોનાના કેસ વધ્યા છે.

માત્ર 2% લોકો જ સરખું માસ્ક પહેરી રહ્યાં છે ત્યારે આ નિવેદનમાં કદાચ તેઓ CR પાટીલ ને પણ ટોન્ટ મારતા હોઈ શકે! તમામ લોકો રસીકરણ કરાવે એવી વિનંતી કરવામાં આવી હતી. આની સાથે જ લોકોને માસ્ક પહેરવાની પણ વિનંતી કરવામાં આવી હતી.

આની સાથે જ બેઠકમાં લોકડાઉન અંગે CM રુપાણી કહ્યું હતું કે, સાંજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક મળશે. હાઈકોર્ટની નકલ મળે એટલે તે પ્રમાણે સાંજ સુધીમાં લોકડાઉન અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. આમ, આજ સાંજ સુધીમાં લોકડાઉન થશે કે નહીં એ જાણવા મળશે!

તંત્ર મોતના આંકડા છુપાવી રહી છે:
સુરતમાં કોરોનાને લીધે મોતના આંકડામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે જ સ્મશાનોમાં પણ બેથી વધારે કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. જો કે, તંત્રએ મોતના આંકડાને છુપાવી લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. માત્ર 1 દિવસમાં 60થી વધારે કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે, સાંજે પાલિકાએ ફક્ત 8 દર્દીના જ મોત થયા હોવાનું જણાવ્યું હતું.

વેન્ટિલેટર કચરાની ગાડીમાં લાવવામાં આવ્યા:
રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ પ્રમાણે વલસાડની સિવિલમાંથી સુરતની સ્મીમેરમાં કુલ 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે વાહન મોકલાયું હતું તેને લઈ પ્રશ્નો ઊઠી રહ્યાં છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલવામાં આવ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વિના સુરત રવાના કરી દેવામા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *