ભગવાન ગણેશનું કયું સ્વરૂપ સૌથી શુભ છે? જાણો મહત્વ…

દર મહિનાની ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. પણ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચોથ હિન્દૂ ધર્મ માં સૌથી  મોટી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે.આ દિવસે…

દર મહિનાની ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. પણ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચોથ હિન્દૂ ધર્મ માં સૌથી  મોટી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે.આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ દિવસે લોકો ગણપતીબાપ્પાને પોતાના ઘરે લઈને આવે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરે છે.

માન્યતા એવી છે કે,ઘરમાં ગણપતિને લાવવાથી તે ઘરમાં રહેલા તમામ વિધ્નો દૂર થઇ જાય છે. ગણેશોત્સવ મોટા પાયે  મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. દૂર દૂરથી ગણેશ ભગવાનના ભક્તો ગણેશોત્સવ જોવા માટે મહારાષ્ટ્રમાં આવે છે. અનન્ત ચતુર્દશીના દિવસે ધૂમધામથી ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવે છે. આ વખતે ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે.

ગણેશજીના મુખ્યત્વે આઠ સ્વરૂપો છે. આ સ્વરૂપોમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે.અષ્ટવિનાયકના રૂપમાં સિદ્ધિવિનાયકને સૌથી શુભ માનવામાં આવે છે. સિદ્ધટેક નામના પર્વત પરના તેના દેખાવને કારણે તેને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે. સિદ્ધિ વિનાયકની ઉપાસના કરીને જ દરેક મુશ્કેલી અને વિઘ્નોનો નાશ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *