બીજાના પૈસા પોતાના એકાઉન્ટ માંથી નીકળી રહ્યા, પૂછ્યું ત્યારે કહ્યું :મને લાગ્યું કે મોદીજી પૈસા આપી રહ્યા છે

ભીંડ એ મધ્ય પ્રદેશનું એક સ્થળ છે. ડંકેતો ના સંદર્ભમાં ફિલ્મોમાં તેનું નામ બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવ્યું છે. પરંતુ આ વખતે લૂંટની વાત નહીં પણ…

ભીંડ એ મધ્ય પ્રદેશનું એક સ્થળ છે. ડંકેતો ના સંદર્ભમાં ફિલ્મોમાં તેનું નામ બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવ્યું છે. પરંતુ આ વખતે લૂંટની વાત નહીં પણ મૂંઝવણની વાત છે. એવું થયું કે, ભિંડમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આલમપુર શાખામાં 2 ખાતા ખોલવામાં આવ્યા. બંનેનો એકાઉન્ટ નંબર એક જ નંબર પર લખવામાં આવ્યો હતો. બેંકે પાસબુક આપી હતી. તેમાં ગ્રાહક નંબર પણ લખાયો હતો. તેનો અર્થ એક એકાઉન્ટ અને બે માલિકો.

કોઈ સમયે મનુષ્યની પણ ભૂલ થઈ શકે છે. પરંતુ જ્યારે આ ખાતાનો એક માલિક તેમાં પૈસા નાખે અને બીજો પૈસા કાઢી લેતો હતો. આ 6 મહિના સુધી ચાલુ રહ્યું. આ 6 મહિનામાં ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપાડ્યા હતા.

આલમપુરમાં એક ગામ છે. હુકુમસિંહ અહીં રહે છે. તેણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આલમપુર શાખામાં પોતાનું ખાતું ખોલ્યું. તેને 12 નવેમ્બર 2018 ના રોજ બેંકમાંથી પાસબુક મળી હતી. ખાતું ખોલ્યા પછી હુકુમ સિંહ હરિયાણા ગયા. ત્યાં તે પૈસા કમાતા અને તેના આલમપુર શાખાના ખાતામાં પૈસા નાખતા રહેતો હતો. 16 ઓક્ટોબર 2019 ના રોજ, તે પાછો તેના ગામ આવ્યો. તેને થોડા પૈસાની જરૂર હોવાથી તે બૅન્કમાં ગયો હતો. જ્યારે તેણે તેના ખાતામાંથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે, આ દરમિયાન તેના ખાતામાંથી ઘણા પૈસા ઉપાડવામાં આવ્યા છે.જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે 89 હજાર રૂપિયાનો તફાવત હતો. આ સમગ્ર મામલો તરત જ બેંક મેનેજર રાજેશ સોનકર પાસે ગયો.

આ મામલાની તપાસ શરૂ થઈ અને તે સમયે જાણ્યું કે,આ બધું એક ભૂલને કારણે થયું છે. 1 એકાઉન્ટ નંબર 2 લોકોને ફાળવવાની ભૂલ. ખરેખર, આ એકાઉન્ટ નંબર પણ રોણી ગામમાં રહેતા એક વ્યક્તિને આપવામાં આવ્યો હતો. આ વ્યક્તિ નું નામ પણ હુકુમસિંહ હતું. હુકુમસિંહ બગેલ. 23 મે 2016 ના રોજ તમને પાસબુક આપવામાં આવી હતી. એટલે કે, હુકુમ સિંહ દર મહિને નોકરી માટે હરિયાણા જાય છે અને ત્યાંથી ખાતામાં પૈસા નાખે છે.

જયારે ખબર પડી ત્યારે બને હુકુમસિંહને બેંક માં બોલવામાં આવ્યા. હુકમસિંહે બાગેલને કહ્યું કે, જે પૈસા તે ઉપાડી રહ્યા છે તે તેમના નહીં પણ હુકમસિંહના હતા. હુકુમસિંહ બગેલનું ખાતું તેના આધાર સાથે જોડાયેલું હતું. ખાતું જોડીયા બાદ, તે કિઓસ્ક સેન્ટર પર જતા અને પોતાના અંગુઠા ની મશીન માં ફિંગર પ્રિન્ટ કરીને પૈસા કાઢી લેતા હતા. આ રીતે તેઓએ થોડા થોડા કરી 89 હજાર રૂપિયા કાઢી લીધા.

જ્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે તેને બેંકમાં પૂછવામાં આવ્યું કે, જયારે તે ખાતામાં પૈસા નાખી નોતા રહયા તો પછી શામાટે પૈસા ઉપાડી રહયા હતા. આ પછી, હુકુમસિંહ બગેલ દ્વારા આપવામાં આવેલા જવાબના કારણે આગળ કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા નહીં. દૈનિક ભાસ્કરના જણાવ્યા પ્રમાણે, હુકુમસિંહ બગેલએ કહ્યું: ‘મને લાગ્યું કે મોદીજી ખાતામાં પૈસા નાખી રહ્યા છે.’

આ પછી, બેંકે સાદા કાગળ પર હુકમસિંહ બઘેલને પત્ર લખ્યો હતો કે, તે હુકુમસિંહને 3 હપ્તામાં 89 હજાર રૂપિયા પરત આપશે. આ કાગળ પર હુકુમસિંહ બગહેલે હસ્તાક્ષર કર્યા અને આ રીતે મામલો હલ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *