જાદુની કળા બતાવતા, ગંગામાં થયું જાદુગરનું મૃત્યુ, જાણો વિગતે

જાદુગર ચંચળ લહિરીએ લોખંડની ચેનથી હાથ-પગ બાંધ્યા, પછી ક્રેનની મદદથી ગંગામાં ડુબકી લગાવી. સૂત્રો પ્રમાણે, ચંચળે જાદુ બતાવવા માટે પ્રશાસનની મંજૂરી પણ લીધી હતી, પરંતુ…

જાદુગર ચંચળ લહિરીએ લોખંડની ચેનથી હાથ-પગ બાંધ્યા, પછી ક્રેનની મદદથી ગંગામાં ડુબકી લગાવી.

સૂત્રો પ્રમાણે, ચંચળે જાદુ બતાવવા માટે પ્રશાસનની મંજૂરી પણ લીધી હતી, પરંતુ સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં કોલકાતા સ્થિત હાવડા બ્રિજ પાસે ગંગામાં ડુબી જવાથી એક જાદુગરનું મોત થયું છે. રવિવારે આ જાદુગરે જાદુ બતાવવા માટે પોતાને લોખંડની ચેનથી હાથ-પગ બાંધીને નદીમાં ડુબકી લગાવી હતી. ઘણો સમય વિતી ગયો પણ જાદુગર બહાર આવ્યો ન હતો, ત્યારબાદ દર્શકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસના કહ્યાં પ્રમાણે મૃતક જાદુગરની ઓળખાણ ચંચળ લાહિરી(41 વર્ષ) તરીકે થઈ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગંગામાં લાશની તપાસ કરી રહ્યાં છે.

કલેક્ટર સૈયદ વકાર રજાએ જણાવ્યું કે, જાદુગર ચંચલે ક્રેનની મદદથી નદીમાં ડુબકી લગાવી હતી. તે દર્શકોને બતાવવા માંગતો હતો કે નદીની અંદર જાદુથી પોતાના હાથ પગ ખોલીને બહાર આવશે. જો કે, આવું થઈ શક્યું ન હતું.

ચંચલ બે વખત આ પ્રકારનું જાદુ કરી ચુક્યો છેઃ જાદુગર ચંચલ પશ્વિમ બંગાળના સોનારપુર શહેરનો રહેવાસી છે. પહેલા પણ તે બે વખત આવો જાદુ બતાવી ચુક્યો છે. 2013માં જાદુ બતાવતી વખતે મરતા મરતા બચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંચળે ગંગામાં જાદુ બતાવવા માટે પોલીસની મંજૂરી પણ લીધી હતી. તેમ છતા ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *