શું પુલવામાં હુમલો બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને રાજનાથ સિંહ એ કરાવ્યો છે?

હમણાં જે તમે સાંભળ્યું આ અમે નથી કહેતા પરંતુ ફેસબૂક યુનિવર્સીટી ના પ્રોફેસર કહી રહ્યા છે અને તેમનું નામ અવી દાંડિયા છે. અવી દાંડિયા સાહેબ…

હમણાં જે તમે સાંભળ્યું આ અમે નથી કહેતા પરંતુ ફેસબૂક યુનિવર્સીટી ના પ્રોફેસર કહી રહ્યા છે અને તેમનું નામ અવી દાંડિયા છે. અવી દાંડિયા સાહેબ અમેરિકા ના રહેવાસી છે અને ફેસબૂક નું પેજ તેમનો કલાસરૂમ છે જેમાં અઢી લાખ જેટલા વિદ્યાર્થી એટલે કે ફોલોવર્સ છે. તેમને 1 માર્ચ એ એવું નિવેદન આપ્યું જ સાંભળી ને ભારતીય મીડિયા પણ દંગ રહી ગઈ.

ફેંકવાની પણ હદ હોય છે અને આ સાહેબે તેને પણ પર કરી દીધી છે. 1 માર્ચ ના દિવસે આ સાહેબે ફેસબૂક પાર લાઈવ વિડિઓ શરુ કર્યો. જેમાં તેમણે દાવો કર્યો છે કે પુલવામાં હુમલો અમિત શાહ અને રાજનાથ સિંહ એ કરાવ્યો છે. આ વિડિઓ ને 85 હજાર લોકો દ્વારા શેર કરવામાં આવ્યો પરંતુ અવી દાંડિયા દ્વારા આ વિડિઓ ને પાછળ થી હટાવી લેવામાં આવ્યો.

હવે અમે તમને સંભળાવી દઈએ કે આ વિડિઓ માં અમિત શાહ અને રાજનાથ સિંહ દ્વારા શું વાત થઈ. આ બંને મહાશયો એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા. મહિલા કોણ છે એનો જવાબ તો તેમની પાસે પણ નથી તો હવે આપણે જાણીયે કે શું વાત થઈ.

અમિત શાહ : દેશ ના લોકો ને ગેરમાર્ગે દોરી શકાય છે. અને અમે એવું માનીએ છીએ કે ચૂંટણી જીતવા યુદ્ધ કરવાની જરૂર છે.

મહિલા : તમારા કહેવાથી આ શક્ય નથી અમિતજી. કોઈ મુદ્દા વગર યુદ્ધ કેમ કરી શકીયે? જો આતંકવાદી હુમલો કરાવીએ તો તેની કાર્યવાહી થઇ શકે.

રાજનાથ સિંહ : જવાનો ની બાબતે દેશના લોકો ખુબ સેન્સેટિવ છે. ખુબ સંવેદનશીલ છે. તેમની  રોમ રોમમાં ભાવનાઓ ભરેલી છે.

મહિલા : દેશના જવાનોને શહિદ કરવા છે?

રાજનાથ સિંહ : કામ ની રકમ જ થાય તે નક્કી હોવી જોઈએ.

મહિલા : એક-બે થી કશું નહી થાય. ઉરી કર્યો હતો, કઈ ના થયું. અત્યારે ચૂંટણી છે, દેશની સુરક્ષા ને લઈને તમે મોટો મુદ્દો બનાવી શકો છે. તેના પાર રાજનીતિ રમાશે.

રાજનાથ સિંહ : દેશની સુરક્ષા સાથે જોડાયેલા સવાલો પર આ રીતેની રાજનીતિ રમવી જોઈએ.

મહિલા : રાજનીતિ માટે તમારે યુદ્ધ કરવું છે ? એક કામ કરો, કાશ્મીર કે કાશ્મીર ની આસપાસ……..

રાજનાથ સિંહ : અત્યારે જમ્મુ અને શ્રીનગર

મહિલા : ત્યાં બ્લાસ્ટ કરીશુ. થોડાક આર્મી ના જવાનો, થોડાક અર્ધલશ્કરી દળો ના અને CRPF ના જવાનો શહિદ થશે. એક વાર 50-100 જવાનો શહિદ થશે તો દેશ ની દેશભક્તિ એક જગ્યા આ કેન્દ્રિત થઇ જશે.

રાજનાથ સિંહ : આવા બહાદુર સૈનિકો પર આવી રાજનીતિ રમવી જોઈએ ?

મહિલા : કેવી ગંદી રાજનીતિ છે અમિતજી ?

અમિત શાહ :  નહિ, આ રાજનીતિ નથી.

મહિલા : તો શું છે ? ગંદી રાજનીતિ તો છે.

અમિત શાહ : મને સીધું જ પૂછો છો ? સાંભળો, આ કેમ થયું? કોને કર્યું ?

મહિલા : મારે નથી સાંભળવું અમિતજી, આમ પણ હું નહિ કરું તો કોક બીજું કરી નાખત. અમારે બૉમ્બ બ્લાસ્ટ કરવાના છે અમે કરી દેશું. તમે ઈચ્છો છો આ રીતે કામ કરી આપીશુ.

અમિત શાહ : દેશના દરેક સૈનિકો ના ઘર નું વાતાવરણ શું હશે ?

મહિલા : ખૌફ બેસીજાસે બીજું શું ?

અમિત શાહ : બીજો કોઈ રસ્તો નથી.

મહિલા : રસ્તા તો બોવ હોય છે અમિતજી. EVM હતું ને તમારી પાસે. આ સૈનિકો ને અને જવાનો ને શા માટે મારવા મને સમજાતું નથી પરંતુ તમારી ઈચ્છા છે તો અમે બૉમ્બ બ્લાસ્ટ કરી દેશું. તમે જ કહો છો ને કે જવાન સેનામાં ભરતી જ શહિદ થવા માટે થાય છે. પરંતુ હવે દુશ્મન સામે તમે પણ દુશ્મન બની ગયા છો તેમાં કોઈ શું કરી શકે ?

અમિત શાહ : આમજ હોય છે. અમે કેમ બદલી શકીયે?

મહિલા : મારે ચર્ચા નથી કરવી, તમારું કામ થઇ જશે, પૈસા પહોંચાડી દેજો અને 11-12 તારીખે આ બધું જ કામ પતાવીને હું તમને ફોને કરીશ. તમે પૈસા ભૂલ્યા વગર પહોંચાડી દેજો.

અમિત શાહ : હું તમને જાણવું છું.

તમે લોકો આ પુરી વાત વાંચી લીધી અને નો વાંચી હોય તો આ સાહેબ નો વિડિઓ જોઈ લેજો. ચોર ગમે તેટલો હોશિયાર હોય પરંતુ સબૂત તો છોડી જ જાય છે. આ સાહેબે પણ એવું જ કર્યું છે.

ખરેખર આ ઓડિયો ક્લિપ રાજનાથ સિંહ દ્વારા ઇન્ડિયા ટુડે ને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ માંથી એડિટ કરીને બનાવવામાં આવી છે.

આ ઓડિયો સાંભળીને કોઈ પણ માણસ કહી શકે કે આ ફેક છે. પરંતુ રોંચક ઘટના આ છે કે આ વિડિઓ 85 હજાર લોકો દ્વારા શેર કરવામાં આવ્યો. અમે તમને એટલું જ જણાવશુ કે વાઇરલ વિડિઓ એ શેર કાર્ય પહેલા બે વાર વિચાર કરવો. આ રીતની સંવેદનશીલ બાબતો ની મદદ થી રાજનૈતિક ફાયદો ઉઠાવી શકાય છે અને આપણે તેમની જાળ માં ફસાઈ શકીયે છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *