આપ ના મહિલા કોર્પોરેટરને કોણે આપી ૩ કરોડ રૂપિયાની ઓફર? કરવા કહ્યું આ કામ

Published on Trishul News at 5:12 PM, Thu, 17 June 2021

Last modified on June 17th, 2021 at 5:12 PM

સુરતમાં આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં 27 સીટો સાથે વિપક્ષમાં બેઠી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાનાની ચુંટણીમાં વોર્ડ નંબર 3 માંથી સૌથી વધારે લીડ સાથે ચૂંટાઈ આવેલા કોર્પોરેટર ઋતા દુધાગરાની પ્રેસ કોન્ફરેન્સ યોજવામાં આવી હતી અને તેમણે આ પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન ઘણા આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે, ચુંટણી પૂર્ણ થયાના અને વિજય બનીને આવ્યા ત્યારબાદ જ ભાજપમાં જોડવા માટેની ઓફરો આપવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઋતા દુધાગરાને ભાજપમાં કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરવામાં આવી હતી. ઋતા દુધાગરા 54000 થી વધુ મતોથી અને સૌથી વધુ લીડથી જીત્યા હોવાથી આમ આદમી પાર્ટીમાંથી ભાજપ માં લેવા માટે ઘણી ઓફરો કરવામાં આવી હતી. આપના નગર સેવક ઋતા દુધાગરાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ભાજપે મને 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

સાથે આમ આદમી પાર્ટીના નગરસેવક ઋતા દુધાગરાએ જણાવતા કહ્યું છે કે, મારા પતી ચિરાગ દુધાગરાએ ભાજપ પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે અને મારી સામે ઘણી ખોટી અફવા અને ષડયંત્ર રચવામાં આવે છે. ત્યારે ઋતા દુધાગરાએ ભાજપમાં જોડાવાની ઓફરને અવગણીને આમ આદમી પાર્ટીમાં રહેવાનું જ નક્કી કર્યું હતું.

ઋતા દુધાગરાએ કહ્યું છે કે, છૂટાછેડા થઇ ગયા હોવા છતાં પણ તેમણે મારા પર્સનલ ડોક્યુમેન્ટ અને બીજી ઘણી વસ્તુઓ તેમની પાસે રાખી છે. જે હજુ સુધી મને આપવામાં આવી નથી અને મને ભાજપમાં જોડાઈ જવા માટે ખુબ જ દબાણ કરવામાં આવે છે અને ઋતા દુધાગરાએ કહ્યું છે કે મારા પતી અને અન્ય ભાજપના સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આપ ના મહિલા કોર્પોરેટરને કોણે આપી ૩ કરોડ રૂપિયાની ઓફર? કરવા કહ્યું આ કામ"

Leave a comment

Your email address will not be published.


*