બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ગેમ કરનાર વિભીષણ કોણ? 20 માંથી 19 ફોર્મમાં થયા હતા રદ્દ, ફરિયાદ પહોંચી રાહુલ ગાંધી પાસે

Published on: 10:09 am, Tue, 11 January 22

ગુજરાત(Gujarat): રાજ્યના પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતીના સીનીયર આગેવાન અને પ્રવકતા મનહર પટેલ(Manhar Patel) દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi), ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શમાઁ(Raghu Sharma) અને પ્રદેશ પ્રમુખ ને પત્ર લખી ગત બોટાદ(Botad) જીલ્લા પંચાયતના ઉમેદવારોના ૧૯ ફોમઁ ચુંટણી અધિકારીએ રદ કયાઁ તે કિસ્સામા ન્યાયી તપાસ કરવા અને જવાબદારો સામે કડક પગલા ભરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બોટાદ કોંગ્રેસના નેતાઓનું માનીએ તો આ ફોર્મ રદ્દ કરવાનું ષડયંત્ર કેટલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું જ છે. મોટા માથાઓ સંડોવાયેલા હોવાની આશંકાઓ રહેલી છે.

મનહર પટેલે ગુજરાત કોંગ્રેસને આ મામલા અંગે પત્ર લખી કહ્યું છે કે, બોટાદ જીલ્લા પંચાયતની ગઈ ચૂંટણીમા બોટાદ જીલ્લા પંચાયતની ૨૦ બેઠકમાથી ૧૯ બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ફોમઁ રદ થયા હતા. આ ગંભીર ભૂલ કે બેદરકારી પાછળ કોણ જવાબદાર છે? તે આજ સુધી જાણવા મળ્યું નથી, જે તે સમયે આ દિશામા રજુઆત કરતા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવુ મૌખિક આશ્વાસન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરફથી મળેલ હતું પરંતુ કોઇ પગલા કે તપાસ હજુ સુધી કરવામાં આવેલ નથી.

આ સાથે બોટાદના અનેક કાયૅકતાઁની જે તે સમયે રજુઆત હતી કે આ કિસ્સામા યોગ્ય તપાસ કરવામાં આવે અને આ મામલામાં સંડોવાયેલા વિરુદ્ધ પક્ષના ધોરણો મુજબ ઉચિત કાયૅવાહી કરવામા આવે. પરંતુ તેમને પણ કોંગ્રેસ પાર્ટી તરફથી માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવેલ હતું.

વધુમાં લખતા જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષમા કોઇપણ ચુંટણીના મેન્ડેટ લખવા, ઉમેદવાર વતી કોને સોપવા કે પહોચાડવા બાબતે વર્ષોથી એક પદ્ધતિ ચાલી આવે છે, ૨૦૨૧મા રાજયની અનેક જીલ્લા પંચાયતની ચૂંટણી સાથે યોજાઈ હતી. તેમા માત્ર બોટાદ જીલ્લાના ઉમેદવારના જ મેન્ડેટમા આવી ક્ષતિ રહી જવી તે અનેક સવાલો ઉભા કરે છે. કારણ કે તપાસ કર્યાં વગર મેન્ડેટ લખનારે બોટાદના જવાબદાર આગેવાનોને સોપવા અને તેમને પણ તપાસ કયાઁ વગર ચૂંટણી અધિકારીને છેલ્લી ઘડીએ સોંપી દેવામાં આવે તે કેટલું યોગ્ય કહી શકાય?

વધુમાં ઉમેરતા કહ્યું કે, આ ફોમઁ તપાસ્યા વગર સોપવામા આવેલા તેનુ પરિણામ આવ્યુ. તમામ ફોમઁ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા. આ સૌથી મોટી શંકા ઉપજાવે તેવી બાબત છે, આવા કિસ્સામા હજારો કાર્યકતાઓનો પક્ષ પ્રત્યેનો વિશ્વાસ પણ તુટ્યો છે. કોંગ્રેસ પક્ષ પાસે મારા જેવા અનેક કાર્યકતાઁઓની માંગ છે કે આ કિસ્સામા યોગ્ય તપાસ સમિતિ નિમવામા આવે. સત્ય અને તથ્ય સુધી પહોંચવામા આવે અને તેમા જવાબદારો પર ઉચિત કાયૅવાહી કરવામા આવે તેવી માંગ કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓના ભૂલ ભરેલા ફોર્મ ને કારણે 20 માંથી 19 ફોર્મ રદ્દ થયા હતા. જેમાં સીધી રિતે મેન્ડેડ આપનાર, લઈને આવનાર અને વિતરણ કરનારની સંડોવણી હોવાનો આક્ષેપ લાગ્યો છે. હવે પ્રદેશ પ્રમુખ બદલાઈ જતા ફરી વાર આ ફરિયાદ થવા પામી છે, ત્યારે જોવું રહ્યો કોંગ્રેસનો કકળાટ દૂર કરવામાં જગદીશ ઠાકોર સફળ થાય છે કે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati botad, congress, gujarat, manhar patel, Raghu Sharma, rahul gandhi