કોરોના બાદ વધુ એક બીમારીએ દીધી દસ્તક, અડધાથી વધુ સંક્રમિતોના થઇ રહ્યા છે મોત

વિશ્વ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ(Coronavirus) મહામારી સામે લડી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ સામાન્ય રીતે મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ…

વિશ્વ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ(Coronavirus) મહામારી સામે લડી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ સામાન્ય રીતે મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ વિશે ચેતવણી આપી છે. ચીનમાં, જીવલેણ બર્ડ ફ્લૂ H5N6 નો મૃત્યુદર 50 ટકા સુધી પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીન(China)ને કહ્યું છે કે, બર્ડ ફ્લૂ(Bird Flu)ના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે, H5N6 બર્ડ ફ્લૂ વેરિએન્ટને ટ્રેક કરવાની જરૂર છે.

H5N6 વેરિએન્ટ ચિંતા વધારે છે:
WHO ના પ્રવક્તાએ કહ્યું, ‘ચીનમાં અને બર્ડ ફ્લૂથી પ્રભાવિત વિસ્તારોમાં તેના ભયને સારી રીતે સમજવા માટે સર્વેલન્સની જરૂર છે.’ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલએ પણ H5N6 વેરિએન્ટથી ઉદ્ભવતા ગંભીર ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHO એ કહ્યું કે, જે રીતે બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેને અવગણી શકાય નહીં. H5N6 વેરિએન્ટે પણ ચિંતા ઉભી કરી છે કારણ કે તે સંક્રમિત લોકોમાં 50 ટકા મૃત્યુદર સુધી પહોંચી ગયો છે.

માનવથી માનવ ફેલાઈ છે સંક્રમણ?
WHOએ એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધી આ વાયરસના માનવ-થી-માનવ સંક્રમણના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી તેની પકડ હેઠળ આવેલા તમામ લોકો ગંભીર રોગોથી પીડાતા હતા. જો કે, ચીનમાં 61 વર્ષીય મહિલા કે જેને કોઈ રોગ ન હતો તે પણ વાયરસની પકડમાં આવી ગઈ હતી. તેના લક્ષણો સામાન્ય રીતે શરદી, ન્યુમોનિયા જેવા હોય છે.

આ સાવધાની રાખો:
નિષ્ણાતોએ સલાહ આપી છે કે, લોકોએ બીમાર અથવા મૃત મરઘાં અથવા પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, જીવંત પક્ષીઓ સાથે સીધો સંપર્ક ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. એવી સલાહ આપવામાં આવે છે કે પક્ષીઓ સાથે કામ કરતા લોકોએ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. માસ્ક પહેરવા જોઈએ અને તાવ અને શ્વાસના લક્ષણો માટે તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *