જાણો આમ આદમી પાર્ટીના કાર્યકરો કોને ગણાવી રહ્યા છે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો? ગુજરાતની રાજનીતિમાં આવશે ભૂકંપ

આવતી કાલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી માનીશ સિસોદિયા સુરતના પ્રવાસે છે. સિસોદિયા સવારે સુરત એરપોર્ટ પર આવશે અને…

આવતી કાલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી માનીશ સિસોદિયા સુરતના પ્રવાસે છે. સિસોદિયા સવારે સુરત એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે જશે. અહીં સુરતમાંથી ચૂંટાયેલા આપના  27 કોર્પોરેટરો સાથે મુલાકાત કરશે. ઉપરાંત તેઓ શહેરના વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે પણ મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ જીવન ભારતી શાળાના રોટરી હોલ ખાતે જશે જ્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીના સુત્રોએ આપેલી જાણકારી અનુસાર આવતીકાલે સુરત અને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મહેશ સવાણી આપનો ખેસ પહેરે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી આવી સુરતમાં આવીને વસેલા કેટલાક મોટામાથા આમ આદમી પાર્ટીમાં જોડાશે જેમાં મહેશ સવાણીનું નામ મોખરે છે. મહેશ સવાણી  દર વર્ષે માતા-પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. આપ ના પાયા ના કાર્યકર્તાઓ કહે છે કે, મહેસ સવાણીને આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીઓમાં મુખ્યમંત્રી ચહેરો બનાવી શકે છે.

વધુ જાણકારી અનુસાર આવતીકાલે સુરત કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ભાજપના પણ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને સુરત સહીત ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે.

આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસમાં જોડાયેલા ચહેરાઓની વાત કરીએ તો પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી છે. જે પોતાના પત્રકારત્વ થી સતત ખેડૂત ને લગતા મુદ્દાઓને મહામંથન થકી ઉજાગર કરતા હતા. ખેડૂતોમાં લોકપ્રિય હોવાને કારણે આમ આદમી પાર્ટીએ તેમને અંકે કરી લીધા છે અને ખુદ અરવિંદ કેજરીવાલે અમદાવાદ આવીને તેમને ગુજરાતના કેજરીવાલ ગણાવીને આપ માં પ્રવેશ કરાવ્યો હતો.

પૂર્વ યુવા સરપંચ, સર્વ સમાજ સેનાના પ્રમુખ, યુવા ક્રાંતિકારી વિચારધારા રાખનારા મહિપત સિંહ ચોહાણ ગઈકાલે ( Mahipatsinh chauhan )આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પોતાની કૉર્પોરેટ નોકરી છોડી, પોતાના ગામના સરપંચ બન્યા પછી ગામની કાયા પલટ કરનાર અને ૨૦૧૮ માં શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મેળવનાર યુવા પરપંચ તરીકે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ મેળવી છે. સાથે સાથે મશહૂર ગુજરાતી સંગીતકાર અને ગાયકવિજય સુવાડાએ પણ ભાજપ છોડીને આપમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *