હાર્દિકને કરાયા સવાલ, અમે તમને છોડાવ્યા, અલ્પેશ કથીરિયાને ક્યારે છોડાવશો?, વાંચો વિગતો…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત માં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન ને બ્રેક લાગી ગઇ છે ત્યારે ફરી એકવાર પાટીદાર નેતાઓ અનામત આંદોલનના ઠંડા પડેલા અગ્નિને…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત માં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન ને બ્રેક લાગી ગઇ છે ત્યારે ફરી એકવાર પાટીદાર નેતાઓ અનામત આંદોલનના ઠંડા પડેલા અગ્નિને પ્રગટાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે ગઈકાલે મહિસાગર જિલ્લાના સાપોરા ગામે એક મિટિંગનું આયોજન થયું હતું. આ મીટીંગ ના એજન્ડામાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જેલમુક્તિ, પાટીદારોની અનામતની માંગ અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા શહીદો ને ન્યાય મળે તે મુદ્દાઓનો સમાવેશ થયો હતો.

મળતી વિગતો અનુસાર આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા મહાનુભવો માં પાસ નેતાઓ સિવાયના તમામ પાટીદાર નેતાઓ આવ્યા હતા. આયોજકોએ સોશિયલ મીડિયામાં વહેતા કરેલા મેસેજ અનુસાર હાર્દિક પટેલની ટીમ ના મનોજ પનારા, ધાર્મિક માલવીયા, ગીતા પટેલ, ઉદય પટેલ, દિલીપ સાબવા વગેરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નેતાઓ હાર્દિક પટેલની પાસ ટીમના કન્વીનર છે.

આ કાર્યક્રમમાં હાજર રહેલા પાટીદાર નેતાઓમાં એસપીજી તરફથી લાલજી પટેલ, પૂર્વીન પટેલ તેમજ અન્ય પાટીદાર નેતાઓ દિનેશ બાંભણિયા, નરેન્દ્ર પટેલ, અતુલ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ નેતાઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા ની જેલમુક્તિ માટે જે કરવું પડે તે કરીશું એવી કેફિયત ની વાતો તમામ નેતાઓ ના મોઢે સંભળાતી હતી, પરંતુ એક નેતા એવા પણ હતા કે જેણે અલ્પેશ કથીરિયા ની જેલમુક્તિ માટે પાટીદાર રાજદ્રોહી નેતાઓ નિષ્ક્રિય છે તેવો આક્ષેપ નામ લીધા વગર કર્યો હતો. પાસ ના પૂર્વ પ્રવક્તા અને હાલ માં કોંગ્રેસ ના પ્રવક્તા અતુલ પટેલ એ રાજ દ્રોહી પાટીદારો હાલમાં નિષ્ક્રિય છે તે અંગે બળાપો કાઢયો હતો. અતુલ પટેલે વધુમાં જાહેર સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે, તમામ જ્યારે જેલમાં હતા ત્યારે અલ્પેશ સહિત અન્ય તમામ પાટીદારોએ ઉપવાસ આંદોલન, મુંડન કાર્યક્રમ, જેલભરો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો આપ્યા હતા અને તમામને છોડાવ્યા હતા. તો હવે આ તમામ રહ્યો મળીને અલ્પેશ ને કેમ નથી છોડાવી રહ્યા કેમ કોઈ કાર્યક્રમ નથી થઈ રહ્યા તેવા ગંભીર સવાલો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજ દ્રોહનો ગુના નોંધાયેલા હતા. જેમાંથી અલ્પેશ કથીરિયાએ ના તમામ નેતાઓ હાલમાં જામીન પર અથવા ભાજપમાં ભળી જઈને સરકાર તરફથી સાક્ષી બની ગયા છે અથવા તો કોઈ પોતાની રીતે આંદોલન ચલાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે ભલે ભાજપ સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન ડામી શકવામાં નિષ્ફળ રહી હોય પરંતુ પાટીદાર આંદોલનકારીઓ ને વેરવિખેર કરવામાં સફળ રહી છે.

કેતન પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ વગેરે રાજદ્રોહીઓ હાલમાં કેસરિયા થઈને રાજદ્રોહી મટી ગયા છે અને સુરતના ચિરાગ દેસાઇ, વિપુલ દેસાઈ પણ આંદોલન ને તિલાંજલી આપી ચૂક્યા છે. વાત રહી હાર્દિક પટેલ ની તો એ પણ હાલમાં પોતાનું કદ ગુજરાત થી બહાર વધારી રહ્યો છે અને સભાઓ ગજવી રહ્યો છે. જ્યારે પાસ છોડીને ગયેલા દિનેશ બાંભણિયા પણ પોતાની રીતે પાટીદાર આંદોલન ના સહભાગી બની રહ્યા છે, જ્યારે તમામ રાજદ્રોહીઓ જેલમાં બંધ હતા ત્યારે આંદોલનકારીઓને જેલમુક્ત કરાવવામાં સિંહફાળો આપનાર અલ્પેશ કથિરિયા જેલમાં બંધ છે. અને હવે પોતાનું કદ વધારવામ વ્યસ્ત નેતાઓને અનામત પણ વિસરાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *